બીજાં 58 ચાઈનિઝ એપ તો ઠીક, પરંતુ ટિક-ટોક એપ ઉપર જે બાન મુકાયો છે તેની બહુ ‘દૂરગામી’ સાઈડ ઈફેક્ટો થવાની આશંકા છે ! જેમ કે…
***
મહિલાઓના બ્યુટિ પ્રોડક્ટ્સમાં લોક-ડાઉન દરમ્યાન તો ઘટાડો થઈ જ ગયો હતો પણ હવે અન-લોક પછી તો બ્યુટિ-પ્રોડક્ટોનું વેચાણ સાવ ઘટી જશે !
***
એ તો ઠીક, દેશભરની લાખો ટિક-ટોક મહિલાઓના ચાહકો ઘટી જવાને કારણે તેમનો સ્વભાવ ચિડીયો થઈ જશે ! પતિઓએ અત્યારથી સાવધાન થઈ જવું !
***
જતે દહાડે દેશમાં ડાન્સરોની સંખ્યામાં પણ આઘાતજનક ઘટાડો નોંધાશે !
***
એ જ રીતે રેડી-મેઈડ જોક્સ ઉપર વિચિત્ર અભિનય કરનારા હાસ્ય કલાકારો પણ ધીમે ધીમે વિલુપ્ત થઈ જશે.
***
સરવાળે દેશમાં ડિપ્રેશનમાં વધારો થશે.
***
જેના વધુ સરવાળે ઓનલાઈન આત્મહત્યાનું પ્રમાણ પણ વધી જશે. (ભલે લોકો તેને કોમેડી વિડીયો સમજે !)
***
સૌથી મોટી અસર શિલ્પા શેટ્ટી ઉપર થશે ! લગભગ આંતરે દહાડે ફની ટિક-ટોક વિડીયો બનાવતી આ અભિનેત્રી અચાનક ‘બે-રોજગાર’ બની જશે !
***
જોકે શિલ્પાના પતિની મોટી આર્થિક પ્રગતિ થશે કેમકે શિલ્પા જોડે ફની વિડીયો બનાવવાના ત્રણ-ત્રણ કલાક બચી જવાથી તે ધંધામાં વધારે ધ્યાન આપશે !
***
બિચારો રિતેશ દેશમુખ પણ હવે ‘અભિનય’ કરવા માટે વેબસિરીઝોમાં રોલ કરવા માંડશે.
***
પણ હા… ‘જાસૂસી’ ખતમ થવાને કારણે ચીનને ખબર જ નહીં પડે કે ઇન્ડિયાની હાલત કેવી છે ! હાહાહા…. કેવી મઝા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment