સવાલ :
જો બજારમાં એક સ્ટાન્ડર્ડ માસ્ક 100 રૂપિયાના ભાવે મળતું હોય અને સરકારને કુલ 1 લાખ માસ્ક ખરીદવાં હોય તો સરકારને એ માસ્ક કુલ 1 કરોડને બદલે 1 કરોડ 20 લાખ રૂપિયામાં શી રીતે પડે ?
જવાબ :
20 લાખ રૂપિયાની લાંચ આપવામાં આવી હશે !
ખુલાસો :
ખોટી વાત છે. હકીકતમાં એવું બને છે કે સરકાર ખરીદી માટે ટેન્ડર બહાર પાડે, 15 દિવસ પછી વેપારીઓનાં ટેન્ડરો આવે, તેની ચકાસણી થાય, પછી માસ્કનાં સેમ્પલોની ચકાસણી થાય, ઓર્ડર પાસ કરવામાં આવે, માલ રિસિવ કરવામાં આવે, તથા માલની ક્વોલિટી ચેક કર્યા બાદ તેનું OK સર્ટિફીકેટ મેળવવામાં આવે ત્યાર બાદ તેનું ઓફિશીયલ રીતે પેમેન્ટ કરવામાં આવે…. આ આખા પ્રોસેસમાં કુલ 118 કર્મચારીઓ સામેલ થાય છે… અને 20 લાખ રૂપિયા એમનો ટોટલ પગાર થઈ જાય છે !
***
સવાલ :
એક બેન્કમાં ધાડપાડુઓ ઘુસે છે. માસ્ક પહેર્યા હોવાથી તેમના ચહેરા ઓળખાતા નથી. તેઓ બોલે છે છતાં માસ્કને કારણે અવાજની ઓળખ થતી નથી. હાથમાં ગ્લોવ્ઝ પહેરીને તેમણે ધમકીની ચીઠ્ઠી કેશિયરને લખી આપી છે તેથી હસ્તાક્ષરો પણ ઓળખાતા નથી.
બેન્કમાંથી લૂંટ કર્યા પછી ધાડપાડુઓ રકમ ગણે છે તો તે 17 લાખ 89 હજાર 780 રૂપિયા નીકળે છે.
પરંતુ બીજા દિવસે છાપામાં આવે છે : પુરા 20 લાખ રૂપિયાની લૂંટ ! આવું શી રીતે બન્યું ?
જવાબ :
બેન્કવાળા બાકીના પૈસા ખાઈ ગયા હશે.
ખુલાસો :
ના ! ધાડપાડુઓએ નોટો ગણતી વખતે ગ્લોવ્ઝ પહેરી રાખ્યાં હતાં ! એટલે ગણવામાં ભૂલ થઈ હતી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment