આજકાલ થિયેટરમાં જઈને નાટકો જોવાને બદલે લોકો ઓનલાઈન જ નાટકો જોઈ લે છે. એ હિસાબે હવે નવાં ઓનલાઈન નાટકો બનાવીને તેનાં નવાં નામો આપવાં જેવાં છે...
***
જુનું નાટક
બહાર આવ, તારી બૈરી બતાવું
નવું નાટક
બહાર આવ, તને કોરોના લગાડું !
***
જુનું નાટક
ગુજ્જુભાઈની ગોલમાલ
નવું નાટક
જિન-પિંગ-શીની ઝોલ-ઝાલ !
***
જુનું નાટક
આ ફેમિલી ફેન્ટાસ્ટિક છે.
નવું નાટક
આ ફેમિલી ક્વોરન્ટાઈન છે !
***
જુનું નાટક
રૂપિયાની રાણી ને ડોલરીયો રાજા
નવું નાટક
રૂપિયાનો માવો ને ડોલરનો ભાવ !
***
જુનું નાટક
વહુ વાઈ-ફાઈ, સાસુ હાઈ-ફાઈ
નવું નાટક
વહુ વાયરસ, સાસુ સેનિટાઇઝર !
***
જુનું નાટક
પરણેલા છીએ, સમજીને રહીએ
નવું નાટક
પોઝિટીવ છીએ, આઘા રહીએ !
***
જુનું નાટક
ટાળો ટાળો તોય ગોટાળો
નવું નાટક
કોરો કોરો તોય કોરોના !
***
જુનું નાટક
ગુલાબ ગડબડ ના કરતો.
નવું નાટક
રૂપાણી, રૂઆબ ના કરશો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment