અજાયબી'ઝ ઓફ ઈન્ડિયા !


પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘું હોય એવી અજાયબી કંઈ પહેલી વાર નથી થઈ ! ઇન્ડિયામાં ઓલરેડી આવી અનેક અજાયબીઓ છે. જુઓ...

***

અજાયબી પહેલી

દંડ કરતાં ન્યાય મોંઘો હોય !

***

અજાયબી બીજી

દારૂની બાટલી કરતાં ગેસનો બાટલો મોંઘો હોય !

***

અજાયબી ત્રીજી

સ્હેજ માપ કાઢીને ગણી જોજો, બિયર કરતાં ચા મોંઘી છે !

***

અજાયબી ચોથી

કિલોનો ભાવ કાઢીને ગણી જોજો સાહેબ, કાજુ-બદામ કરતાં બટેટાની વેફર્સ મોંઘી છે !

***

અજાયબી પાંચમી

યાર, આખેઆખી બ્રેડ કરતાં સસ્તામાં સસ્તી સેન્ડવીચ મોંઘી છે !

***

અજાયબી છઠ્ઠી

સિનિયર સિટિઝનને પૂછી જોજો, વડીલ, ભોજન કરતાં તો વિટામિનની ગોળીઓ મોંઘી જ હોય !

***

અજાયબી સાતમી

કોઈપણ કોર્પોરેટ કંપનીમાં જઈને પૂછો, અનુભવીઓ કરતાં ફ્રેશર્સ મોંઘા જ હોય !

***

અજાયબી આઠમી

સાવ સીધો હિસાબ છે યાર. વાળ કરતાં તો વાળનો રંગ (હેર-ડાઈ) મોંઘી પડે છે !

***

અજાયબી નવમી

અને સૌ જાણે છે, ભઈ, કે પાયજામા કરતાં જાંઘિયો હંમેશાં મોંઘો જ હોય !

***

- મન્નુ શેખચલ્લી

Comments