લો બોલો ! ફક્ત અમદાવાદમાં પરમિટધારી લોકોએ 1 કરોડ રૂપિયાનો દારૂ ખરીદી લીધો ! એ પણ શિસ્તબધ્ધ રીતે, સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે…
***
બીજા રાજ્યોની સરખામણીમાં તો આપણે ‘અર્થ-વ્યવસ્થા’માં બહુ મોડો અને બહુ ઓછો ફાળો આપ્યો કહેવાય. શરમની વાત છે.
***
પરમિટધારીઓમાંથી મોટાભાગના બિચારાઓ ‘હેલ્થ’ના કારણસર પીએ છે ! જરા વિચારો, છેલ્લા 60 દિવસમાં એમની ‘હેલ્થ’ ઉપર શું શું વીતી હશે ?
***
જાણવા મળ્યું છે કે અમુક ‘હેલ્થ પરમિટવાળા’ સરકાર સામે કેસ કરવાના છે કે છેલ્લા બે મહિનામાં અમારી ‘હેલ્થ’ ઉપર ખરાબ અસર પડી એનું શું ? વળતર આપો !
***
અમુક દારૂ પરમિટવાળા કહે છે કે છેલ્લા બે મહિનાનો ક્વોટા ખાલી ગયો એનું શું ? એ પણ અત્યારે ઉમેરી આપો !
આમાં સરકારનું માનવું છે કે ત્રણ ગણો દારૂ એકસામટો આપવાથી ફરી ‘હેલ્થ’ બગડી શકે છે !
***
સમાજના આગેવાનો કહે છે કે આપણે હંમેશાં દારૂડીયાઓથી દૂર રહેવું સારું.
અહીં દારૂડિયાઓ ‘સોશિયલ ડિસન્ટન્સ’ વડે એ જ વાતનું પાલન કરે છે ને !
***
દારૂડીયાઓના સ્પેશિયલ ડિસન્ટન્સનો બીજો એક ફાયદો પણ છે : બે મીટર દૂરથી દારૂ ગંધાતો નથી !
***
અને છેલ્લે… ગુજરાતમાં 27000 જેટલા ‘પરમિટ’વાળા દારૂડીયા છે અને બાકીના ‘મર-મિટ’વાળા દારૂડીયા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment