અમુક જુની અને જાણીતી કહેવતો એવી છે કે પહેલા બે શબ્દો સાંભળો કે તરત આખી કહેવત યાદ આવી જાય !
પરંતુ આજકાલ બદલાયેલા જમાનાને હિસાબે એ કહેવતોમાં જરા ટ્વિસ્ટ યાને કે ‘મચકોડ’ લાવવાની જરૂર છે ! જુઓ...
***
ખાડો ખોદે તે.... પુરે નહીં !
***
બોલે તેના.... થી બોર થવાય !
***
જ્ઞાની સે મિલે જ્ઞાની... તો ક્યા ઉખાડ લેંગે !
***
ચોર કી દાઢી મેં... શેમ્પુ કરને સે ક્યા મિલેગા ?
***
રાઈના ભાવ... રાતે OLX ઉપર ના જોવા મળે !
***
મા તે મા ... બીજા બધાં ડેડીનાં લફરાં !
***
જ્યાં ન પહોંચે રવિ... ત્યાં પહોંચે સોમ, મંગળ, બુધ, ગુરુ... વગેરે !
***
શેઠની શીખામણ... MBAના કોર્સમાં ના હોય !
***
દુનિયા ઉગતા સુરજને... પૂછે છે કે, તમને રવિવારે પણ જપ નથી થતો ?
***
બે પાડા લડે... એમાં ભેંશ જરૂર બ્યુટિફૂલ હશે !
***
ભસતાં કૂતરાં કરડે નહિ... એની ચોરને ખબર હોય છે, ભઈ !
***
વિશ્વાસે વહાણ ચાલે... તો ડિઝલની શી જરૂર છે ?
***
રાજા, વાજાં ને વાંદરા... લોકો મોબાઈલમાં કેવું કેવું જોયા કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment