સમાચારો અને વઘાર ...

સમાચાર

સ્કુલોમા ઓનલાઈન શિક્ષણ ચાલુ થવાનું છે એટલે અમદાવાદમાં રોજના 60 થી 70 લાખ રૂપિયાનાં ‘ટેબ્લેટ્સ’ વેચાઈ રહ્યાં છે.

વઘાર

લો બોલો, આટલી ટેબ્લેટો તો હાઈડ્રોક્સિક્લોરોક્વીનની પણ નહોતી વેચાતી !

***

સમાચાર

ઇટાલીના વેનિસ શહેરમાં પ્રવાસીઓ આવે એ પહેલાં પાણીનાં પૂર ફરી વળ્યાં.

વઘાર

ના, પ્રવાસીઓ તો આવ્યા જ છે પણ માછલીઓ અને ડોલ્ફિનોના સ્વરૂપે !

***

સમાચાર

પ્રવાસી મજદૂરોને ઘરે પહોંચવામાં મદદ કરનાર એક્ટર સોનુ સૂદની પ્રશંસા થઈ રહી છે.

વઘાર

પ્રિયંકા ગાંધીએ પણ સોનુ સુદને કહેવડાવ્યું છે કે મારી પાસે 1000 જેટલા ડ્રાઈવરોનું ‘લિસ્ટ’ છે, જોઈતું હોય તો કહેજો !

***

સમાચાર

2020ની ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ ચીનના પ્રમુખ જિનપિંગ સાથે કંઈક સોદાબાજી ગોઠવી રહ્યા છે.

વઘાર

ટ્રમ્પ સાહેબને કહો કે ત્યાં મેળ નહિ ખાય, અમારા અમિતભાઈનો કોન્ટેક્ટ કરો !

***

સમાચાર

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા શા માટે કરી તેનાં કારણોની તપાસ જોરમાં ચાલી રહી છે.

વઘાર

આ એક સુશાંત સિંહનું પતે પછી પેલા હજારો કિસાનોની આત્મહત્યાનાં કારણો પણ શોધજો, મારા સાહેબ !

***

- મન્નુ શેખચલ્લી

Comments