લોકડાઉનમાં જે છૂટછાટો મુકવામાં આવી છે એમાં શું શું કરી શકાય અને શું શું ના કરી શકાય એ વિશે હજી ઘણા સવાલો છે ! તો લો, સાંભળી લો જવાબો…
***
પત્ની સાથે ઝગડો કરી શકાય ?
- જરૂર કરી શકાય પણ 8 જુન સુધી રાહ જુઓ તો સારું. એ દિવસથી રેસ્ટોરન્ટો ખુલવાના છે.
***
બોસ સાથે ઝગડો કરી શકાય ?
- વિચારી જોજો. પગાર 7 તારીખે થાય છે. આજે હજી બીજી તારીખ થઈ.
***
માવો ખાઈને થૂંકી શકાય ?
- હાસ્તો. ખિસ્સામાં 8-10 રૂપિયા હોય તો ખાઈ શકાય અને 2000 રૂપિયા હોય તો થૂંકી પણ શકાય !
***
વાળ કપાવી શકાય ?
- ચોક્કસ. પણ બે મીટરના સલામત અંતરથી વાળ કેવા કપાશે તેની ખાતરી કરી લેવી સારી.
***
હવા ખાવાના સ્થળે જઈ શકાય ?
- હા, પણ એ પહેલાં ધાબાને પાણી વડે ધોઈને સ્વચ્છ કરી લેવું.
***
બગીચામાં જઈ શકાય ?
- પત્ની સાથે જવાના છો કે એકલા ?
***
કોરોનાથી મરેલા સ્વજનની અંતિમક્રિયામાં જઈ શકાય ?
- જઈ શકાય પણ અંતિમક્રિયા કરતાં પહેલાં સદગતનું મોં જોઈને ખાતરી કરી લેવી. આજકાલ અદલાબદલી થઈ જાય છે !
***
આ લોકડાઉનમાં લગ્ન કરી શકાય ?
- હા, પણ એમાંય માસ્ક ખોલીને કન્યાનું મોં ચેક કરી લેવું સારું.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment