શું તમારા મોબાઈલમાં પેલી ભલતી સલતી વેબસાઈટોના ‘ખોદા પહાડ નિકલા ચૂહા’ જેવા ન્યુઝનાં નોટિફિકેશનો આવતાં રહે છે ?
હકીકતમાં જોવા જાવ તો એમાં કંઈક આવું જ હોય છે…
***
બહાર લખ્યું હોય…
સુશાંત સિંહ કે બિસ્તર સે ક્યા ક્યા મિલા ?
અંદરથી નીકળે…
ઉન કે બિસ્તર એ ચાર ચાદર, દો તકિયે, એક કંબલ ઔર એક રૂમાલ પાયા ગયા !
***
બહાર લખ્યું હોય…
ફલાના બેન્ક કે ખાતેદારોં કે લિયે સબ સે બડી ખુશખબરી…
અંદરથી નીકળે…
બેન્ક કે કર્મચારીઓં કે આદેશ દિયા ગયા હૈ કિ વો ખાતેદારોં કે સાથ વિનમ્રતા સે બાત કરેં !
***
બહાર લખ્યું હોય…
કિસ બાત પે ચૌંક કર ભડક ગયે સલમાન ખાન ?
અંદરથી નીકળે…
સલમાન ખાનના બાથરૂમના વોશ-બેઝિનમાં અચાનક વંદો દેખાતાં ચોંકી ગયા, ભડકી ગયા હતા સલમાન ખાન !
***
બહાર લખ્યું હોય…
રાહુલ ગાંધી કી કિસ બાત સે પરેશાન રહતી હૈ સોનિયા ગાંધી ?
અંદરથી નીકળે…
રાહુલ ગાંધી રોજ દાઢી નથી કરતા ને, એટલે !
***
બહાર લખ્યું હોય…
બડા ખુલાસા ! આજ ઇન રાશિ કે વ્યક્તિઓં કો હો સકતા હૈ કોરોના…
અંદરથી નીકળે…
બધી જ રાશિઓનાં નામ લખ્યાં હોય ! ઉપરથી લખ્યું હોય… માસ્ક ન પહનને પર હો સકતા હૈ કોરોના કા સંક્રમણ ! તારી ભલી થાય…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment