ગુજરાતમાં છેક 19 વરસ પછી આવો ભૂકંપ કેમ આવ્યો ? અમુક લોકો કહે છે કે કોરોના અને ભૂકંપ વચ્ચે હરિફાઈ થઈ રહી છે... ત્યાં વળી અમુક લોકો યમરાજાના ટાર્ગેટની વાતો કરી રહ્યા છે.
આમાં બે ચાર નવી વાતો ઉમેરવા જેવી છે…
***
વાયબ્રેશન થિયરી
યાદ છે, ગઈ 22મી માર્ચે આપણે થાળીઓ અને તાળીઓ વગાડી હતી ?
તે વખતે જે ‘વાયબ્રેશન…. વાયબ્રેશન…’નું ચાલ્યું હતું ને ? તે આ આવી ગયું મોટું વાયબ્રેશન ! સમજ્યા ? તાળીઓ નકામી નથી ગઈ…
***
શુક્ર-મંગળ થિયરી
એ પછી જ્યારે દીવડા સળગાવ્યા હતા ત્યારે તો મજબૂત થિયરી આવી હતી કે પૃથ્વી શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે ફસાઈ ના જાય એનો એ સચોટ ઉપાય હતો. રાઈટ ?
તો સાંભળો, ખરેખર એવું જ થયું છે ! પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચેથી નીકળવા ગઈ એમાં સ્હેજ પાછલી સાઈડનું ‘બમ્પર’ અડી ગયું છે !
***
સેલ્ફી થિયરી
છેલ્લા બે મહિનામાં માઈલોના માઈલો દૂરથી હિમાલયના ફોટા પડી ગયા. પાવાગઢ, આબુ, અરે કચરાના ડુંગરોના ફોટા પણ પડી ગયા !
તો ભૂકંપને થયું, યાર, મારી પણ એક સેલ્ફી થઈ જાય ! શું કહો છો !
***
અન-લોક થિયરી
દુનિયાભરના દેશોની સરકાર કહેવા માંડી છે, ડરો નહિ, ઘરની બહાર નીકળો… પણ લોકો નીકળતા નહોતા. આખરે હવે ભૂકંપ સરકારની મદદે આવી પહોંચ્યો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment