પુરા અઢી મહિના ઘરે બેસીને જેણે ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હોય એવા કર્મચારીને હવે ઓફિસે જઈને કામ કરવું પડશે !
પરંતુ અઢી મહિનાથી જે ‘ટેવો’ પડી છે એ હિસાબે તે ઓફિસમાં કામ કરવા માટે કેવી કેવી ડિમાન્ડો કરશે ?
***
લાંબા પગ કરીને બેઠાં બેઠાં કામ કરવા માટે દરેક કર્મચારીને એક સોફા આપો.
***
વધારે એફિશીયન્સી જોઈતી હોય તો ઓશિકાને ટેકે અથવા ઊંધા પડીને સૂતાં સૂતાં સરસ મૂડમાં કામ થાય એ માટે દરેકને એક બેડ આપવામાં આવે.
***
જ્યારે જ્યારે મૂડ થાય ત્યારે ગરમાગરમ ચાનો કપ હાથમાં મળવો જોઈશે.
***
અને હા,મૌસમ ભીની થાય ત્યારે તાત્કાલિક મેથીના ગોટા, કાંદાના ભજીયાં કે ગરમાગરમ બ્રેડ પકોડા તો બનાવી જ આપવા પડશે.
***
એન્ડ યસ, કામ કરતાં હોઈએ ત્યાં સામે 36 ઇંચનું LCD ટીવી તો જોઈશે જ ! અમારે હજી ચાર પાંચ વેબસિરિઝો પતાવવાની બાકી છે !
***
અને લન્ચ પહેલાં પોતાનો પાપડ જાતે શેકી લેવા માટે રિસેસમાં પાંચ મિનિટ એકસ્ટ્રા જોઈશે.
***
અને લન્ચ પછી ઊંઘવા માટે બીજી દોઢ કલાકની એક્સ્ટ્રા રિસેસ જોઈશે. (ઊંઘવા માટે, સોરી કામ કરવા માટે, સોફાની માગણી તો અગાઉ મુકી જ દીધી છે.)
***
અને હા, હું તો ઓફિસમાં બર્મૂડા ચડ્ડી પહેરીને જ આવવાનો છું પણ લેડિઝ સ્ટાફને ય એવી છૂટ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment