અન-લોક પછીના બોધપાઠ !


કોરોના વાયરસે માનવજાતને બહુ મોટા બોધપાઠ શીખવાડ્યા છે, (એવું બધા કહે છે !) પરંતુ અમને લાગે છે કે લોકડાઉને આપણને થોડા નાના નાના બોધપાઠો જરૂર શીખવાડ્યા છે ! જુઓ…

***

બોધપાઠ – 1

પતિને ગમે તેટલી ટ્રેનીંગ આપો, અન-લોક શરૂ થતાં જ તે બધું જ ભૂલી જાય છે !

***

બોધપાઠ – 2

પત્નીને 74 દિવસ સુધી તેને ‘મનગમતો’ જવાબ આપો, છતાં 75માં દિવસે તે પૂછશે જ કે “આજે રસોઈમાં શું બનાવું ?”

***

બોધપાઠ – 3

જેનાથી અત્યાર સુધી ડરતા હતા તેનાથી હવે ડરવાની જરૂર નથી… આવું કોરાના બાબતમાં સમજવાનું છે, પત્નીની વાત નથી !

***

બોધપાઠ – 4

તમે માનો કે ના માનો પણ પતિને પત્નીની કચકચ કરતાં બોસનો ગુસ્સો જ વધારે સારો લાગે છે !

***

બોધપાઠ – 5

અને માનો કે ના માનો, ચાઈનિઝ એપ્સ અન-ઇન્સ્ટોલ કરવાની ધમકીથી ચીનનું લશ્કર ડરીને 1 કિલોમીટર પાછળ ખસી જાય છે !

***

બોધપાઠ – 6

મોદી સાહેબે 22 માર્ચે શું કરવા જેવું હતું તેની આપણને 10મી જુને બરોબર ખબર હોય છે !

***

બોધપાઠ – 7

અને હા, મોબાઈલમાં બે શાયરી લખવાથી કવિ બની શકાય પણ યુ-ટ્યૂબમાં જોઈને વાળ કાપવાથી કંઈ હેર-ડ્રેસર ના બની શકાય !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments