ટેલેન્ટેડ લોકોનાં વન ટુ થ્રી !


મામૂલી લોકો તો સમજ્યા, પણ આજના સોશિયલ મિડીયાના જમાનામાં જે ટેલેન્ટેડ લોકો રેડ ઝોનમાં ફસાયા છે એમની હાલત પણ ખરાબ છે ! જુઓ...

***

લોકડાઉન 1.0

અંતાક્ષરીમાં હું ચેમ્પિયન છું.

લોકડાઉન 2.0

લુડો, પબ-જી, તીન પત્તી... કંઈ પણ કહો, હું કલાકો સુધી રમી શકું છું.

લોકડાઉન 3.0

દાળ-ભાત, ખિચડી અને મેગી... કમ સે કમ આ ત્રણ વાનગીઓ શીખી લેવી સારી.

***

લોકડાઉન 1.0

જુઓ, તમને શીખવાડું કે દારૂ કેવી રીતે પીવાય...

લોકડાઉન 2.0

અલ્યા, કોઇની પાસે થોડું વધ્યું હોય તો કહો ને...

લોકડાઉન 3.0

ખાલી થયેલી બાટલી પણ ચાલશે. અંદર પાણી રેડીને પી જઈશ..

***

લોકડાઉન 1.0

મારું ગાયન સાંભળો

લોકડાઉન 2.0

મારી કવિતા સાંભળો...

લોકડાઉન ૩.0

ભૈશાબ, કોઈ મારી પ્રાર્થના સાંભળો..

***

લોકડાઉન 1.0

મારો ટિક-ટોક વિડીયો જોયો ? હું કેવી લાગું છું ?

લોકડાઉન 2.0

મારી વાનગીના ફોટા જોયા ?કેવી લાગી ?

લોકડાઉન 3.0

શું કહ્યું ? મારી સેલ્ફી ? યાર, બ્યુટિ-પાર્લરો ખુલે તો મુકું ને !

***

લોકડાઉન 1.0

તક મળી છે. જિંદગી જીવતાં શીખો.

લોકડાઉન 2.0

તક મળી, એટલે કચરાં-પોતાં કરતાં શીખી ગયો.

લોકડાઉન ૩.0

બસ, એક તક મળે તો શહેર છોડીને ભાગવું છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments