લોકડાઉનમાં વન ટુ થ્રી !


જે લોકો ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે એમને શું ખબર પડે કે રેડ ઝોનમાં રહેનારાઓ ઉપર શું વીતી રહી છે ?

***

લોકડાઉન 1.0

આ પતે એટલે ગોવા, મહાબળેશ્વર કે ઊટી જતા રહેવું છે...

લોકડાઉન 2.0

બીજું લોકડાઉન પતે પછી અંબાજી, બહુચરાજી કે શીરડીની જાત્રા કરી નાંખવી છે...

લોકડાઉન 3.0

એ બધું છોડો, કોઈ ચાન્સ મળે તો ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં જતા રહેવું છે !

***

લોકડાઉન 1.0

જલંધરથી હિમાલયના પહાડ દેખાય છે.

લોકડાઉન 2.0

હાલોલથી પાવાગઢ દેખાય છે.

લોકડાઉન 3.0

અલ્યા, મારા ઘરના ધાબેથી એક પાનની દુકાન ખુલેલી દેખાય છે ! દોડો...

***

લોકડાઉન 1.0

પંજાબી, મુઘલાઇ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ફૂડ ખાવાનું મન થાય છે...

લોકડાઉન 2.0

પાણીપુરી, ભેળપુરી, વડાપાંવ, દાબેલી, કચોરી, સમોસા, 
રગડા પેટિસ, ચાટ, પાંવભાજી... એવું બધું ખાવાનું મન થાય છે.

લોકડાઉન 3.0

બસ, ભૂરાની કિટલી ઉપરથી બે કટિંગ ચાય મળી જાય તો..

***

લોકડાઉન 1.0

એવા ટિક-ટોક વિડીયો બનાવવાનું મન થાય છે કે હું ઘરના ઝાંપે ઊભો રહીને આવતા જતા સૌ પાસે તમાકુનો માવો માગું છું...

લોકડાઉન 2.0

ખરેખર ઘરના ઝાંપે ઊભો રહીને સૌ આવતા જતા પાસે માવો માગું છું..

લોકડાઉન 3.0

માવાને જ ભગવાન માનું છું... ક્યારેક તો પ્રસન્ન થશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments