આ નવા રંગરૂપવાળા લોકડાઉન 4.0માં ઘણું બધું બદલાઈ ગયું છે ! જુઓ...
***
અગાઉ...
અમદાવાદના કોરોના-ન્યુઝ સાંભળીને ડર લાગતો હતો.
હવે...
અમદાવાદથી આપણા ગામમાં આવી પહોંચેલા માણસોથી ડર લાગે છે !
***
અગાઉ...
પત્ની સાથે જિંદગીભર રહેતાં શીખી રહ્યા હતા.
હવે...
કોરોના સાથે જિંદગીભર રહેવાનું શીખી રહ્યા છીએ !
***
અગાઉ...
ગલીના નાકા સુધી એકલા એકલા જઇ આવવામાં થ્રિલ મળતું હતું.
હવે...
આટલી બધી છૂટછાટ સાથે છેક ઓફિસ સુધી જવા મળે છે તોય કંટાળો આવે છે !
***
અગાઉ...
વર્ક ફ્રોમ હોમ કરવાનું ગમતું નહોતું.
હવે...
વર્ક ફ્રોમ ઓફિસ કરવાનું નથી ગમતું !
***
અગાઉ...
બહાર જઈને દાળવડા, સમોસા, કચોરી, ભેળપુરી અને પુરી ચાટ ખાવાનાં સપનાં આવતાં હતાં.
હવે...
ભૈયાજીની પાણીપુરી ખાવાનો વિચાર પણ ખતરનાક લાગે છે !
***
અગાઉ...
ગોવા, આબુ, દીવ, દમણ... આ બધી જગાએ જવાનાં પ્લાનિંગો વિચારતા હતા.
હવે...
એકબીજાને ઘરે જઈને, ચા-નાસ્તો કરીને, ફટાફટ સાત વાગ્યા પહેલાં ઘરભેગા થઈ જવાનાં સેટિંગો વિચારીએ છીએ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment