લોકડાઉનનાં નવાં હાઇકુ !


હાઇકુ એક જાપાની ‘મિની-કાવ્ય’ પ્રકાર છે. એમાં પહેલી લાઈનમાં પાંચ અક્ષરો, બીજીમાં સાત અને ત્રીજી લાઈનમાં ફરી પાંચ અક્ષરોમાં આખી વાત કહી દેવાની હોય છે.

જુઓ, વિવિધ લોકો શું કહે છે... (ધીમે ધીમે વાંચો)

***

પતિનું હાઇકુ

નકશા બને

રોટલીઓ વણતાં

... ભૂગોળ ભણ્યો !

***

પત્નીનું હાઇકુ

પતિ સુધર્યો

ટાળે મહાભારત

... સતયુગ છે !

***

બંધાણીનું હાઇકુ

સપનાંઓ છે

એકસો ને પાંત્રીસ

... ગલ્લા તો ખૂલે ?

***

બુધ્ધિજીવીનું હાઇકુ

પર્યાવરણ

સુધરી ગયું ? સાવ

... ભાષણ વિના ?

***

એદી કર્મચારીનું હાઇકુ

નવરાં બેઠાં

ખંજવાળી છે જાંઘ

... લાવો પગાર !

***

ફિલ્મ લેખકનું હાઇકુ

નંબરિયાંથી

એન્ડ લગી, સ્ટોરીમાં

... મધ્યાંતર છે !

***

સંવિધાનનું હાઇકુ

ખૂલી ગઈ છે

સીમાઓ કાશ્મીરની

... જઈ શકો તો !

***

પ્રભુભજનનું હાઇકુ

એક સરખા

દિવસ સૌના, ગયા

... બે મહિનાથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments