ઓરેન્જવાળા શું જાણે ?

હવે તો ઓરેન્જ ઝોનમાં લગભગ દરેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. પરંતુ રેડ ઝોનમાં જે લોકો ફસાયા છે એમની પીડા ઓરેન્જ ઝોનવાળા શું જાણે ?


કેમ વીતે અહીં

દિવસ ને રાત

‘ઓરેન્જવાળા’ શું જાણે ?

અહીં ‘રેડ-ઝોન’માં

થઈ ગઈ છે લાલ...

‘ઓરેન્જવાળા’ શું જાણે ?

***

તમે પહેરો છો

પેન્ટ શર્ટ બૂટ...

વળી રોડ ઉપર

મ્હાલવાની છૂટ !

અહીં બર્મુડા

ટી-શર્ટ-સ્લીપરમાં

ઘરમાં ને ઘરમાં

લાગ્યો બૂચ !

ક્યાં બાથરૂમની

ફેશનની વાત ?

‘ઓરેન્જવાળા’ શું જાણે ?

અહીં ‘રેડ-ઝોન’માં

થઈ ગઈ છે લાલ...

‘ઓરેન્જવાળા’ શું જાણે ?

***

તમે હોમથી નીકળો

છો કામ પર,

તમે રળી શકો

થોડા ઘણા દામ પણ...

અહીં હોમમાં જ

જઇએ છે વર્ક પર,

વળી બોસ ઉપરાંત

છે બૈરી પણ !

બોસ બે, શીફ્ટ બે

ડબલ થઈ જે બબાલ

‘ઓરેન્જવાળા’ શું જાણે?

અહીં ‘રેડ-ઝોન’માં

થઈ ગઈ છે લાલ !

‘ઓરેન્જવાળા’ શું જાણે?

***

ત્યાં ટ્રાફિકમાં

ગંધ પેટ્રોલની...

આહાહા...

અને ફેકટરીના

થોડા પ્રદૂષણની !

અહીં દાળનો વઘાર

ગંધ શાકની,

કુકર સીટીઓ વગાડે

... વરાળની !

ટ્રાફિક-જામ કેવો

ટોઇલેટની બ્હાર...

‘ઓરેન્જવાળા’ શું જાણે?

અહીં ‘રેડ-ઝોન’માં

થઈ ગઈ છે લાલ

‘ઓરેન્જવાળા’ શું જાણે?

***

- મન્નુ શેખચલ્લી

 

Comments