લોકડાઉનની ઝપેટમાં ભલભલાની હાલત ખસ્તા થઈ ગઈ છે. સરકાર તો આર્થિક પેકેજો જાહેર કરે છે પરંતુ એમની પણ દયા ખાઓ જેને લોકો ભૂલી ગયા છે. જેમકે...
***
એમની પણ દયા ખાઓ...
જેની પત્નીની રસોઈ એમને જરાય નથી ભાવતી, છતાં 50 દિવસ સુધી ખાધી છે !
***
એમની પણ દયા ખાઓ...
જે પતિ-પત્નીના છૂટાછેડાનો કેસ દાખલ થઈ ગયો છે છતાં 50 દિવસ સાથે રહેવું પડ્યું છે !
***
એમની પણ દયા ખાઓ...
જેની પ્રેમિકા કોઈ નર્સ છે અને તે રોજ રાત્રે કહે છે કે “અડ્યા વગર વાત કરો !”
***
એમની પણ દયા ખાઓ...
જે ડોક્ટરે 30 દિવસ પછી દવાખાનું ખોલ્યું અને જે પહેલો પેશન્ટ મળ્યો તે કોરોના પોઝિટીવ નીકળ્યો !
***
એમની પણ દયા ખાઓ...
જેનો ધીરધારનો ધંધો હતો, પુરા 25 લાખનું ધીરાણ કરીને લોકડાઉનમાં બેઠા હતા એમને આજે ખબર પડે છે કે એ તો બધા ‘પગપાળા’ ચાલીને ક્યાંક જતા રહ્યા છે !
***
એમની પણ દયા ખાઓ...
જેના પપ્પા ટ્યૂશન ક્લાસના માસ્તર છે અને રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ડ્રોઇંગરૂમમાં બેઠાં બેઠાં...
...મોટા અવાજે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના ક્લાસ ‘ઓન-લાઇન’ ચલાવે છે !
***
અને એમની પણ દયા ખાઓ...
જે લોકો સતત ઘરમાં ડરતા ફફડતા બેસી રહીને દારૂ, બિયર કે માવા વિના ચલાવી લીધું...
...અને હવે ખબર પડી કે પોતે તો ‘ગ્રીન’ ઝોનમાં હતા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment