લો બોલો, કહે છે કે હવે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને ફિલ્મોનું શૂટિંગ ચાલુ થવાનું છે !
જોકે આમાં અમુક નિયમો તો પાળવા જ પડશે ! જેમ કે...
***
હિરો-હિરોઈનને ડાયરેક્ટ કીસ કરતાં નહીં બતાડી શકાય.
એના બદલે ભલે બે ડઝન ફ્લાઇંગ કીસ આપશો તો ચાલશે.
***
ફાઇટિંગમાં પણ ગુંડાઓથી મિનિમમ 1 મીટરનું અંતર રાખીને જ મારામારી કરવી પડશે.
(અગાઉ 1 ફૂટનું અંતર રાખીને ‘ઢીશૂમ’ અવાજ કાઢતા હતા. હવે 1 મીટર દૂરથી ‘ઢીશૂમ ઢીશૂમ’ કરવાનું રહેશે.)
***
અથવા તો ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં જે રીતે સલમાન અને શક્તિકપૂર ફાઇટ કરે છે એ રીતે મારામારી કરવી પડશે.
***
નેતાઓ તથા ગુન્ડાઓ હાથ મિલાવી શકશે નહીં. એમણે દૂરથી નમસ્તે કરવાનું રહશે. (એ રીતે ફિલ્મો થોડી ‘સંસ્કારી’ બનશે.)
***
‘બેટી, ફિકર મત કરો, સબ કુછ ઠીક હો જાયેગા...’ આવા ડાયલોગ બોલવાને બહાને ઘરડા કલાકારો હિરોઇનોને હાથ વડે પંપાળી શકશે નહીં.
***
સેક્સનાં દ્રશ્યો તો બતાડી જ નહીં શકાય. એના બદલે બે ફૂલો અથડાતાં હોય તેવું જ બતાડવું પડશે. (પુરાના જમાના વાપસ આયેગા..)
***
બળાત્કારનું દ્રશ્ય બતાડવા માટે વિલન ફૂલને હાથ વડે મસળી નાંખે છે એવું બતાડી શકાશે. જોકે હાથ ઉપર ગ્લોવ્ઝ પહેરવાં ફરજિયાત છે.
***
‘લગ જા ગલે...’ ‘અંગ સે અંગ લગા લે...’ ‘છૂ લેને દો નાજુક હોઠોં કો...’
આ ટાઇપનાં ગીતોને ‘અડ્યા વિના’ પિક્ચરાઇઝ કરવાનાં રહેશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment