આજકાલ જ્યાં માસ્ક પહેરીને માત્ર 40 જણાની હાજરીમાં લગ્નો કરવાં પડે છે ત્યાં એની કંકોતરી કેવી હોવી જોઈએ ?....
***
સ્નેહીશ્રી,
કોરોનાવાયરસની અસીમ કૃપાથી અમારા સુપુત્ર બાબાના લગ્ન અમારા વેવાઈની સુપુત્રી બેબી સાથે થઈ રહ્યાં છે…
પણ તમારે એમાં આવવાનું નથી !
એ સિવાયની વિગતો નીચે મુજબ છે….
- લગ્નનું લાઇવ બ્રોડકાસ્ટ નિર્ધારિત સમયે ફેસબુક ઉપર ચાલુ થઈ જશે તો સમયસર લેપટોપ સામે ગોઠવાઈ જવા વિનંતી.
- ફેસબુક લાઇવ જોતી વખતે તમારે માસ્ક પહરેવાની જરૂર નથી ! પરંતુ એકબીજાના ખભા પર મોં ખોસીને જોવાને બદલે ઘરમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું જરૂરી છે.
- ચાંલ્લો તથા કન્યાદાનની રકમ ઈ-પેમેન્ટ વડે કરવાની રહેશે.
- લગ્ન સંપન્ન થાય ત્યારે પુષ્પવર્ષા તથા ફટાકડા, આતશબાજી વગેરેની ક્લિપ્સ સેન્ડ કરવાની રહેશે. (અગાઉથી આ ક્લિપ્સ શોધીને તૈયાર રાખવી.)
- નવદંપતિને જો ગિફ્ટ મોકલવી હોય તો ઓનલાઈન મોકલી શકાશે. ડિલીવરી માટે મંડપનું નહિં, પણ ઘરનું સરનામું લખવું.
- એકની એક આઈટમની સત્તર ગિફ્ટો ભેગી ના થઈ જાય એ માટે ઓનલાઈન ગિફ્ટ વાઉચરો મોકલવાનું વધારે સારું પડશે.
- ‘લાઈવ’ લગ્ન ચૂકી જવાય તો પાછળથી અપલોડ કરેલા ‘શોર્ટ-વિડીયો’ જોઈને આશીર્વાદ આપજો.
- પુરેપુરો વિડીયો જોઈને, માસ્ક પહેરેલા તમામ વ્યક્તિને ઓળખી આપનાર માટે ઈનામ રાખ્યું છે !
- અને હા,વિડીયોમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે તે ‘લાઈવ’ છે. ઢોલ-શરણાઈ અને બેન્ડવાળાને બહાર રોડ ઉપર ઊભા રાખ્યા છે.
- જલુલ જલુલથી આવજો !
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment