કોરોનાની વણમાગી સલાહો !



લોકો આપણને વોટ્સએપમાં તો હજારો સલાહો આપી ચૂક્યા છે. આજે લોકો વતી અમે સરકારને થોડી સલાહો આપવા માગીએ ચીએ...

***

બંધ પડેલાં વિમાનોની બોડી ખોલીને એમને તડકે મુકો...

વિમાનોની સીટોનાં કવર વોશિંગ મશીનોમાં સાબુ વડે ધોઈને વિમાનની પાંખો ઉપર સૂકવવા નાંખો.

***

આકાશના તારા જોવા માટે લોકોને મફતમાં દૂરબીનો આપો. એકાદ રવિવારે તારા ગણવાનો ‘ટાસ્ક’ પણ આપો.

***

રોજ પાકિસ્તાનના બે રમૂજી સમાચારો આપો. (બ્રા અને કબ્રસ્તાન જેવા)

***

રાહુલજીને બહાર ફરવાની અને મન ફાવે તે બોલવાની છૂટ આપો. ડેઈલી મનોરંજનની ખાસ જરૂર છે.

***

રોજ બે ચાર જ્યોતિષીઓ તથા તાંત્રિકોના ઉપાયો પણ જાહેર કરો. ડેઈલી મનોરંજન ચાલુ રહેવું જોઈએ.

***

મોદીજી તેમના પ્રિય ફિલ્મસ્ટારો જોડે વિડીયો કોન્ફરન્સ કરીને એમને યોગા શીખવાડે. ખાસ તો પેલું શીર્ષાસન કરાવે.

***

દૂરથી ડુંગરા કેવા રળિયામણા દેખાઈ રહ્યા છે તે રોજ દૂરદર્શનમાં બતાડે.

***

દૂરદર્શનમાં રામાયણ, મહાભારત અને ચાણક્યની સાથે સાથે એ જમાનાની જુની જાહેરખબરો પણ બતાડો.

***

અને પોલીસનું ડીજે બંધ કરાવ્યું છે તે ફરી ચાલુ કરાવો.

અને હા, જેને જેને ડંડા પડ્યા છે તેને આયોડેક્સ, બર્નોલ વગેરે મફતમાં આપો.

***

- મન્નુ શેખચલ્લી

 

Comments