નવી કોરોના કહેવતો !


સમયે સમયે જુની કહેવતોની જગ્યાએ નવી કહેવતોનાં લાકડે-માંકડાં અમે ગોઠવતા જ રહ્યા છીએ. હાલમાં તો સમય જ કોરોનાકાળ બની ગયો છે ! તો લ્યો, થોડી નવી કોરોના કહેવતો સાંભળો...

***

જુની કહેવત :

ફરે તે ચરે, બાંધ્યો ભૂખ્યો મરે

નવી કહેવત :

ફરે તે મરે, ઘરમાં ધરાઈને ચરે !

***

જુની કહેવત :

કરે કોઈ, ને ભરે કોઈ

નવી કહેવત :

કરે ચીના, ને મરે દુનિયા !

***

જુની કહેવત :

જંગલ મેં મોર નાચા, કિસ ને દેખા ?

નવી કહેવત :

દરિયામાં ડોલ્ફિન કૂદી ! મોબાઈલમાં જોઈ ?

***

જુની કહેવત :

ડુંગરા દૂરથી રળિયામણા

નવી કહેવત :

ડુંગરા કોરોનામાં જ દેખાણા !

***

જુની કહેવત :

બગલ મેં છોરા, ને ગાંવ મેં ઢીંઢોરા

નવી કહેવત :

ઘરમાં કોરોના, ને ગામમાં લોકડાઉન !

***

જુની કહેવત :

આસમાન સે ગિરે, ખજૂરમેં અટકે

નવી કહેવત :

વિમાન સે ઉતરે, ક્વોરન્ટાઈન મેં અટકે

***

જુની કહેવત :

દિકરી ને ગાય, દોરે ત્યાં જાય

નવી કહેવત :

ચેપ અને અફવા, ફેલાવો ત્યાં જાય

***

જુની કહેવત :

ગામને મોઢે ગળણું, ના બંધાય

નવી કહેવત :

ફેક ન્યુઝને મોઢે માસ્ક, ના બંધાય

***

જુની કહેવત :

ગામ હોય, ત્યાં ઉકરડો હોય

નવી કહેવત :

શહેર હોય, ત્યાં કોરોના હોય !

***

- મન્નુ શેખચલ્લી

Comments