પ્રજાની સાત નવી માંગણીઓ ...


મોદી સાહેબે આપણી પાસે સાત વચન માંગ્યા છે...

જોવાની વાત એ છે કે નેતાઓ ચૂંટણી વખતે વચન ‘આપતા’હોય છે. મોદી સાહેબ તો વિના ચૂંટણીએ આપણી પાસે ‘માગી’રહ્યા છે !

જોકે પ્રજા પણ કંઈ ઓછી નથી. પ્રજા આ એક્સ્ટેન્ડેડ લોકડાઉનમાં નવી માગણીઓ કરવા માગે છે.

***

માગણી : 1

જે રીતે સરકાર અનાજ, કઠોળ, શાકભાજી વગેરે ઘેરઘેર પહોંચાડે છે એ રીતે માવો, ગુટકા, પાનમસાલા પણ ઘેર ઘેર પહોંચાડે.

***

માગણી : 2

વચન આપો કે લોકડાઉન પતે પછી અમને દીવ, દમણ અથવા આબુની યાત્રા મફતમાં કરાવશો.

***

માગણી : 3

લોકડાઉન ચાલુ છે એ દરમ્યાન દરેક ફેમિલીના બે સભ્યોને સપ્તાહમાં બે વાર શહેરના સૂના રસ્તા બતાડવાની યાત્રા ગોઠવવામાં આવે.

અથવા...

***

માગણી : 4

પોલીસોને લાકડીને બદલે રબરના દંડા આપવામાં આવે. તે પણ અમને મારતાં પહેલાં મિનિમમ ત્રણ વોર્નિંગો આપ્યા પછી જ મારે, એવું વચન અપાવો.

***

માગણી : 5

જે વિસ્તારમાં સજ્જડ કરફ્યુ છે ત્યાં પોલીસ જોડે ‘થપ્પો’ રમવાની છૂટ આપો.

***

માગણી : 6

અમારી સોસાયટીનું જે ડ્રોન કેમેરાથી ચેકિંગ કરો છો, તેની વિડીયો ક્લીપ અમારા મોબાઈલમાં ફોરવર્ડ કરાવો.

‘ઉપરથી’ અમારી સોસાયટી કેવી દેખાય છે તે મરતાં પહેલાં જોવું છે.

***

માગણી : 7

મોદી સાહેબને ખાસ વિનંતી કે 3 મે સુધીમાં તાળી, થાળી, દિવા,મીણબત્તી જેવા નવા બે ચાર પ્રોગ્રામો તો કરાવો ? કારણ કે નવી જોક્સ પણ બની નથી રહી.

***

- મન્નુ શેખચલ્લી

Comments