કોરોનાનાં ઉખાણાં !


કોરોના વાયરસ કોણે પેદા કર્યો ? અને કેમ આટલો ફેલાયો ?આ બધા સવાલો તો ઊખાણાં જેવા છે જ, પણ આજે થોડાં સહેલાં ઊખાણાં સોલ્વ કરીએ !

***

ઊખાણું :

આયું છે ચીનથી

આકાર છે ગોળ

ચહેરો ખરબચડો

દેખાવે બખેડો

તમે હો વેજ

કે હો નોન-વેજ

આ તો છે ચાઈનિઝ !

બોલો શું ?

🤔

👹

🦇

🐼

🐲

🥘

🍜

જવાબ :

મંચુરિયન !

***

ઊખાણું :

એકથી ગયું બીજા કને

બીજાથી ત્રીજાને ઘેર

જોતજોતામાં ઠેર ઠેર

શોધે સરકાર

આવે છે ક્યાંથી ?

ગોતે પોલીસ

જાય છે ક્યાં ?

છુપું છે છતાં ખબર છે

એક જ છે. તો ય હજાર છે !

બોલો,એ શું ?

😫

🤤

😤

🤒

😷

🤧

🤫

🤭

😱

🙈
🙉
🙊

જવાબ:

ચેપ નહીં, અફવા

***

ઊખાણું :

એક મારો હાથ

એક તમારો હાથ

બન્ને હાથ ‘જોડો’

તોય જોડાવા ના જોઈએ !

બોલો એ શું ?

👈

☝️

✌️

🤙

🖐️

👋

🤟

👏

👐

🙌

🤲

🤝

🙏

જવાબ :

સોશિયલ ડિસ્ટન્સીંગ

***

ઊખાણું :

ભાણો બોલતો નથી

ભાણો ચાલતો નથી

ભાણો ઘેર ને ઘેર

મામા મામી બોલાવે

આખું મોસાળ બોલાવે

ભાણો જોતો નથી

ભાણો જાતો નથી

ભાણો શાણો લાગે...

બોલો, એ કોણ ?

🤗

🤔

🙄

જવાબ :

રાહુલ ગાંધી

***

મન્નુ શેખચલ્લી

Comments