ગાયનોમાં કોરોનાના સવાલો ?!


છેક હમણાં અમને ભાન થયું છે કે અમુક ગાયનોમાં તો કોરોનાને લગતા સવાલો છે !

જોકે એના જવાબો પણ મળી ગયા છે...

***

સવાલ :

અંદર સે કોઈ બાહર ના જા સકે, બાહર સે કોઈ અંદર ના આ સકે… સોચો કભી ઐસા હો તો ક્યા હો ?

જવાબ :

એને લોકડાઉન કહેવાય, ટોપા !

***

સવાલ :

ચીઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેશ, જહાં તુમ ચલે ગયે ?

જવાબ :

અહીં તબલિગી જમાતના લોકોની શોધ ચાલી રહી છે, શાંતિ રાખો.

***

સવાલ :

વો કૌન હૈ વો કૌન હૈ, જગ જિસસે ડરતા હૈ ? જાગતા હૈ રાતભર ઔર આહેં ભરતા હૈ ?

જવાબ :

એ કોરોના વાયરસનો ચેપી દર્દી છે. આઘા રહો.

***

સવાલ :

યે કૌન આયા, રૌશન હો ગઈ મહેફિલ, કિસ કે નામ સે ?

જવાબ :

દારૂની બાટલી.

***

સવાલ :

સામને યે કૌન આયા ? દિલ મેં હુઈ હલચલ... દેખતે બસ એક હી ઝલક હો ગયે હમ પાગલ !

જવાબ :

એ પોલીસવાળો છે ! એકસો પાંત્રીસનો વિચાર ભૂલીને ઘરમાં પાછા જાવ.

***

સવાલ :

મેરી રૂહ કા પરિન્દા ફડફડાયે... મૈં કી કરાં ? મૈં કી કરાં ?

જવાબ :

ટોપા, કોરોના વાયરસનો ડર તારી છાતીમાં ઘૂસી ગયો છે. કોઈ સાયકિયાટ્રીસ્ટને ફોન કર.

***

- મન્નુ શેખચલ્લી

Comments