લોકડાઉનનું 'રાતિયું' ...!?


સવારે વહેલા ઊઠીને માનવીએ શું કરવું જોઈએ તેનું એક ‘પ્રભાતિયું’ નરસિંહ મહેતાએ રચેલું છે. પરંતુ આ લોકડાઉનના કપરા સમયમાં માનવીએ રાત્રે શું કરવું જોઈએ ?

સાંભળો, આ ‘રાતિયું’…

***

રાત પડે જ્યાહરે

બેટરી ચાર્જ કરી

યુ-ટ્યુબમાં કોઈ

ફિલ્મ જોવી...

***

રાત્રે બે લગી

લૂડોની ગેમ રમી

પોર્ન વિડીયોથી

દૂર રહેવું...

***

‘પબ-જી’માં ફાઈટ કરી

ફૌજી સંહારવા

પણ, ચાદર ઓઢીને

ઘરમાં રહેવું...

***

ગર્લ-ફ્રેન્ડને ફોન કરી

ફોનને કિસ કરી

મિસ યુ, મિસ યુ

એમ કહેવું...

***

મધરાતે ઊઠીને

નિજ બેડરૂમ ત્યજી

જાતે કિચનમાં જઈ

મેગી કરવી...

***

ફ્રીજનાં બારણાં

ખોલીને ઘડી-ઘડી

વધ્યું-ઘટ્યું ખાઈને

પેટ ભરવું...

***

બચ્યું હોય ક્વાર્ટરિયું

તો કાઢીને બૂચમાં

એકલાં એકલાં

‘ચિયર્સ’ કરવું...

***

નીંદરા ન આવે તો

ફેસબુકમાં જઈ

‘જાગતા’ને શોધીને

‘ચેટ’ કરવું...

***

થાકીને સવારના

પોઢીને પથારીમાં

‘ગુડ મોર્નિંગ’નું ચિત્ર

સેન્ડ કરવું...

***

- મન્નુ શેખચલ્લી

Comments