લોકડાઉનના આ સમયમાં ફિલ્મસ્ટારો શું કરે છે એના ફોટા આવી ગયા.
પરંતુ, ક્રિકેટરો શું કરે છે ? જરા સાંભળો, ક્રિકેટની જ પરિભાષામાં !
***
રિટાયર થયેલો સેહવાગ આજકાલ ફર્સ્ટ સ્લીપ, સેકન્ડ સ્લીપ અને થર્ડ સ્લીપમાં હોય છે.
બપોરે જમ્યા પછી સોફા ઉપર ‘ફર્સ્ટ સ્લીપ’…
સાંજે ચા સાથે નાસ્તો કર્યા પછી ‘સેકન્ડ સ્લીપ’
અને રાત્રે બેડરૂમમાં ‘થર્ડ સ્લીપ....’
***
મોટા ભાગના ક્રિકેટરોને ‘ફિલ્ડ રિસ્ટ્રીક્શનો’ નડી રહ્યાં છે ! બાલ્કની, ગેલેરી, ઓટલો કે વધુમાં વધુ કમ્પાઉન્ડમાં જ જઈ શકાય છે.
***
સુરેશ રૈના ઘરે બેઠો બેઠો વધુને વધુ ‘વાઈડ’ થતો જાય છે !
***
રિષભ પંતનું ‘ફૂટવર્ક’ ડ્રોઈંગરૂમથી કિચન, કિચનથી બેડરૂમ અને બેડરૂમથી ડ્રોઈંગરૂમ સુધી સિમિત થઈ ગયું છે.
***
નવો નવો પરણેલો મનીષ પાંડે ઘરે બેસીને સબ્જીને ‘કટ’ કરવાની કોશિશમાં ચપ્પુને ‘એજ’ (ધાર) લાગી જતાં ‘ઈજાગ્રસ્ત’ થયો હતો.
***
હરભજનસિંહ પહેલો પેગ મારતાં પહેલાં જ ‘દૂસરા’ની માંગ કર્યા કરે છે...
***
લેગ સ્પિનર ચહલ પોતાના ઘરના ધાબે જઈને કાગડાઓની ‘ફ્લાઈટ’નો અભ્યાસ કરી રહ્યો છે ! બિચારો...
***
ખાનગીમાં એવા અહેવાલો છે કે ઘરેલુ ઝગડાને કારણે મોહમ્મદ શમી તેની પત્ની દ્વારા ‘બીટ’ થઈ રહ્યો છે !
***
બીજી તરફ પોતાનું ‘ટેમ્પરામેન્ટ’ જાળવવા માટે કોહલી રોજ અનુષ્કા સાથે સાવ ‘સીલી પોઈન્ટ’ ઉપર ઝગડ્યા કરે છે !
***
અને કોમેન્ટેટર સુનીલ ગવાસ્કર આજકાલ પાલક કી સબ્જી મેં ‘નમીં, મિકસર – ગ્રાઈન્ડર કા ‘ઘુમાવ’ અને રોહન ગવાસ્કર કો ઘર મેં બિઠાયે રખને કી ‘રણનીતિ’ વિશે ચર્ચા કર્યા કરે છે ! ’
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment