આજના ટાઈમપાસ માટે પ્રસ્તુત છે. નિશાળના ટાઈમની જુની અને જાણીતી સહેલી પરીક્ષા... ખાલી જગ્યા પુરો !
કૌંસમાં આપેલા શબ્દોમાંથી એક શબ્દ પસંદ કરીને સાચો જવાબ આપો.
***
આજકાલ ઘરે બેસી રહેવા કરતાં બહાર જઈને .............. ખાવામાં વધારે થ્રિલ મળે છે.
(માવો/ડંડા)
***
આજનો માનવી ઇન્ટરનેટ વિના ............. શકે તેમ નથી.
(જીવી / ડરી)
***
કોરોના વાયરસની દવાની શોધ થઈ ચૂકી છે પરંતુ હજી તે ................ માં છે.
(લેબોરેટરી / વોટ્સએપ)
***
સાધુ સંતો કહી ગયા છે કે ............... ના આકર્ષણમાં ફસાયેલો માનવી છેવટે બહુ જ પરેશાન થાય છે.
(માયા / માવા)
***
જો તમે ઘરેથી કામ કરતા હો તો તેની નોંધ રાખો. રોજ કેટલી ............ નો નિકાલ કરો છો. તેનો હિસાબ રાખો.
(ફાઈલો / માખીઓ)
***
દુનિયામાં કોરોનાનો સૌથી વધુ ફેલાવો માણસોનાં .......... એકબીજાનાં સંપર્કમાં આવવાથી થયો છે.
(શરીર / દિમાગ)
***
કોરોનાની સૌથી મોટી સિધ્ધિ એ છે કે આજે દેશના 99 ટકા લોકો પોતાના જ ............ માં બેઠા છે.
(ઘર / ડર)
***
ઘરની બહાર નીકળો ત્યારે ................... ડિસ્ટન્સીંગ રાખવાની ખાસ જરૂર છે.
(સોશિયલ / પોલીસ)
***
આ 21 દિવસમાં દરેક વ્યક્તિના મસ્તિષ્કમાં ............ નો ખૂબ વધારો થઈ ગયો હશે.
(વિચારો / વાળ)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment