સુપરહિટ ફિલ્મોની જે રીતે સિકવલ બનતી હોય છે તે રીતે લોકડાઉન પણ 1.0 અને 2.0 તરીકે છવાઈ ગયું છે.
જોવાની વાત એ છે કે બન્નેમાં ખાસ્સો ફરક છે...
***
લોકડાઉન 1.0 માં...
લોકો ચવાણાનાં પેકેટ તોડીને અંદર કેટલી શીંગ, કેટલા મગ, કેટલી સેવ, કેટલા મમરા અને કેટલા મરી છે તે ગણતા હતા...
લોકડાઉન 2.0 માં...
એ જ લોકો કિચનમાં કેટલી થાળીઓ, કેટલી વાટકી, કેટલી ચમચી, કેટલા ગ્લાસ અને કેટલા પ્યાલા-રકાબી છે તે ગણતા થઈ ગયા છે..
***
લોકડાઉન 1.0 માં...
‘મેરે હાલત ઐસે હૈં’… એવા ગાયન ઉપર જાતે જ બોલિંગ કરીને, જાતે જ બેટ વડે બોલને મારીને જાતે જ ફિલ્ડીંગ કરતા હતા...
લોકડાઉન 2.0 માં...
એ જ લોકો હવે સોફામાંથી યે ઊભા થયા વિના પોતાની વધી ગયેલી દાઢી અને ઢંગધડા વિનાના વાળમાં આંગળીઓ ફેરવતાં કહે છે “મેરે હાલત ઐસે હૈં, કિ મૈં કુછ કર નહીં સકતા...”
***
લોકડાઉન 1.0 માં...
જે બહેનો ફેસબુકમાં રોજ પંજાબી, કોન્ટિનેન્ટલ અને સાઉથ ઈન્ડિયન વાનગીઓ બનાવીને તેના ફોટા મુકતી હતી...
લોકડાઉન 2.0 માં...
એ જ બહેનો બળી ગયેલો વઘાર તથા દાઝી ગયેલા શાકના ફોટા પણ નથી મુકતી !
***
લોકડાઉન 1.0 માં...
લોકોએ પ્લાન બનાવી રાખ્યા હતા કે આ ખુલે પછી ગોવા, ઊટી, મનાલિ, સ્વીટ્ઝરલેન્ડ વગેરે જગ્યાએ જવા માટી નીકળી જવું છે...
લોકડાઉન 2.0 માં...
એ જ લોકોને થાય છે કે યાર, પેલા શાકભાજીની લારીવાળાને ઘરમાં બેસાડીને, પોતે લારી લઈને નીકળી પડવું છે !
***
લોકડાઉન 1.0 માં...
સખત ઊંઘ આવતી હતી.
લોકડાઉન 2.0 માં...
ઊંઘ પણ ઊડી ગઈ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment