આ લોક-ડાઉનના સમયમાં લોકો ઘેરબેઠાં કંટાળી રહ્યાં છે. ટાઈમપાસ માટે જાતજાતના નુસખા શોધી રહ્યા છે. આવા સમયે અમે આ ‘જોડકાં ગોઠવો’ની ગેઈમ શોધી કાઢી છે !
મઝાની વાત એ છે કે અહીં સામસામે લખેલા અમુક ભલતા સલતા શબ્દો એકબીજાના જોડકાં હોય તેવું લાગે છે...
***
વર્ક ફ્રોમ હોમ 🥑🥝 શાકભાજી સમારવી
રામાયણ–મહાભારત 🏠 ઘેર ઘેર છે
કોરોનાનો ઉપાય ☎️ મોબાઈલમાં છે
લોકોમાં શિસ્ત 🔍 વૈજ્ઞાનિકો શોધે છે
સોશિયલ ડિસ્ટન્સ 🤧 રૂઠેલી પ્રેમિકા
વિડીયો કોલિંગ 😻 પિયરીયાંનો પ્રેમ
ઈન્ટરનેટ ડેટા ☠️ જીવન-જરૂરિયાત
સિગારેટ, પાન, મસાલા🤙 નશાબંધી સપ્તાહ
દારૂની તલબ 🥃 સેનિટાઈઝરમાં આલ્કોહોલ
પતિની ફરજ 🕸️ સ્વચ્છતા અભિયાન
હાથ સાફ કરવા 🏦 બેન્કોમાં જવું !
પેટ્રોલનો ભાવ 🚖 કોણ પૂછે છે ?
પરીક્ષાવિના પાસ 👩🎓 વોટ્સ-એપ યુનિવર્સિટી
પર્યાવરણનું પ્રદૂષણ 🙊 ન્યુઝ ચેનલો
દિમાગનું દહીં 🤪 જોડકાં ગોઠવો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment