આજે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ પાળવાનો છે. સાંજે 5 વાગે તાળીઓનો ગડગડાટ કરવાનો છે. આ બાબતે જુઓ કેટલીક સુચનાઓ…
***
આજે આખો દિવસ ઘરમાં બેઠાં બેઠાં કરશો શું ? તો નોંધી લો…
- દર કલાકે એક સેલ્ફી પાડીને અપ-લોડ કરો. નીચે લખો ‘ટાઈગર જિન્દા હૈ.’
***
પેલું રાજેશ ખન્નાનું ગાયન છે ને ? “મૌત આની હૈ, આયેગી ઇક દિન, જાન જાની હૈ જાયેગી ઇક દિન…. ઐસી બાતોં સે ક્યા ગભરાના… યહાઁ કલ ક્યા હો કિસને જાના…”
આ ગાયનના વિવિધ ટિક-ટોક વિડીયો બનાવતા રહો.
***
થોડી થોડી વારે સાબુથી હાથ ધૂઓ. ધોતી વખતે ગાઓ ‘હાથોં કી ચંદ લકીરોં કા, યે ખેલ હૈ સબ તકદીરોં કા…’
(આનો પણ વિડીયો અપલોડ કરો.)
***
108માં ફોન કરીને પૂછો : “શું છે બોસ ? શાંતિ ને !”
***
પોલીસ સ્ટેશને ફોન કરીને પૂછો : “મારે સેનિટાઈઝર લેવા માટે છેક નરોડા જવું પડે એવું છે, તો ‘કરફ્યુ પાસ’ મળશે ?”
***
ફ્રેન્ડઝ લોકોને ફોન કરીને કહો “ડોન્ટ વરી. યમરાજા સ્પેન અને ઇટાલીમાં બિઝી છે. મારે હમણાં જ વાત થઈ…”
***
મોબાઈલ કંપનીમાં ફોન કરીને ફરિયાદ કરો : “તમારે ત્યાં પેલાં બહેન છેલ્લા સાત દિવસથી ફોનમાં ખાંસી ખાય છે ! એમને હોસ્પિટલમાં દાખલ કરોને ભૈશાબ ?”
***
પાડોશીને ફોન લગાડો. ઉપાડે કે તરત ઘરનાં તમામ સભ્યો ખાંસી ખાવા માંડો. પછી કહો “અમને બધાને એકસાથે ખાંસી ઉપડી છે ! તમે તમારા ઘરનાં બારી-બારણાં બંધ રાખજો હોં ?”
***
… અને બરોબર પાંચમાં પાંચ મિનિટ બાકી હોય ત્યારે ટ્વીટ કરો : “અલ્યા, બધા લોકો ઘરમાં બેસીને તાળીઓ પાડશે તો એનો વિડીયો કોણ ઉતારશે ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment