કોરોના વાયરસ ગબ્બરમાં !


ભારતમાંકોરોના વાયરસથી ‘ત્રીજા’ દરદીનું મૃત્યુ થયું... હજી માંડ 130 વ્યક્તિને તેનો ચેપ લાગ્યો છે... છતાં દેશના 130 કરોડ લોકો કોરોના વાયરસથી ફફડી રહ્યા છે !

અમને તો ‘શોલે’નો ફેમસ ડાયલોગ યાદ આવે છે. અહીં ગબ્બરને બદલે કોરોના છે !

***

કોરોના : કિતને આદમી મરે ?

પ્રજા : તીન.

કોરોના : ઔર તુમ કિતને હો ?

પ્રજા : એકસો તીસ કરોડ.

કોરોના : ફિર ભી વાપસ ઘૂસ ગયે અપને અપને ઘરોં મેં ? ક્યા સોચકર બાહર નિકલે થે... સરકાર તુમ્હેં મુફ્ત મેં માસ્ક દેગી ? સસ્તે મેં સેનિટાઈઝર દેગી ?

પ્રજા : (ચૂપ છે.)

કોરોના : અરે ઓ સાંબા, કિતના નુકસાન કિયે હૈ હમરે કોવિદ ૧૯ ને ?

સાંબા : પચાસ હજાર કરોડ.

કોરોના : સુના તુમને ? પુરે પચાસ હજાર કરોડ ! ઔર વો ઇસલિયે, કિ પચાસ પચાસ ન્યુઝ ચેનલ કે જરિયે દૂર દૂર હર ગાંવ મેં યહ ડર ફૈલાયા જા રહા હૈ, કિ ખુદ દૂધ પિલાનેવાલી માં અપને બચ્ચે સે કહતી હૈ... બેટે માસ્ક પહન લે, વરના કોરોના ઘૂસ જાયેગા !

ઔર તુમ ?

હમારા નામ મિટ્ટિ મેં મિલાઈ દિયે ! પુરા મિટ્ટિ મેં મિલાઈ દિયે...

ઇસ કી સજા મિલેગી... બરોબર મિલેગી !

પ્રજા : (હજી ચૂપ છે.)

કોરોના : અબ ના મોલ ખુલા રહેગા, ના મલ્ટિપ્લેક્સ મેં પિકચર ચલેગી... અબ ના સ્કુલ મેં પઢાઈ હોગી, ના કોલેજમાં કિલાસ હોગી.. ના કોઈ સ્વિમિંગ પૂલ મેં નહાયેગા, ના કોઈ સડક પે રેલી નિકાલેગા...

(પ્રજા સ્તબ્ધ છે.)

કોરોના : આજ કિતને ઓફિસ ખુલે હૈં? ઔર કિતને બંધ..? હમેં નહીં પતા ! કિતની દુકાનેં ખુલી હૈ? ઔર કિતને શટર ડાઉન... ? હમેં કુછ નહીં પતા !

(એક કોમનમેનની બોચી ઉપર કોરોના નિશાન તાકે છે.)

કોરોના : અબ તેરા ક્યા હોગા આમ આદમી ?

આમ આદમી : સરકાર, મૈં ને આપ કા ‘માં’ કાર્ડ બનવાયા હૈ !

કોરોના : તો અબ કોરોના કે ‘બાપ’કા કાર્ડ બનવા લે...

***

- મન્નુ શેખચલ્લી

Comments