કોરોનાનાં વન લાઇનર્સ !


ન્યુઝ ચેનલો… આ એક જ એવી દુકાન છે જેણે ‘પોતાની’ દુકાન ચલાવવા માટે દુનિયાભરની તમામ દુકાનોનાં શટર પડાવી દીધાં છે !

***

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા ઉપર દંડ લગાડીને સરકારે 6.22 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરી લીધો.

- જરા જુઓને સાહેબ, જાહેરમાં પેશાબ કરવાથી પણ કદાચ વાયરલ ફેલાતો હશે !

***

સ્કુલ બંધ, કોલેજો બંધ, મોલ બંધ, મલ્ટી પ્લેક્સો બંધ, પિકનિક સ્પોટ બંધ ટુરિસ્ટ પ્લેસો બંધ…

હવે ‘નેટ’ પણ બંધ કરો, એટલે બધું કાશ્મીર જેવું થઈ જાય !

***

ચીનમાં કોરોના વાયરસને લીધે છૂટાછેડાના કેસો વધી ગયા…

- તમે હાથ મિલાવવાની ના પાડો, હોઠ ખુલ્લા ના રાખવા દો, બે જણ વચ્ચે મિનિમમ 1 મીટરનું અંતર રાખવા કહો તો બીજું શું થાય ? છૂટાછેડા જ થાય ને !

***

ઇન્ડિયામાં નાટક-સિનેમા, ખાણી-પીણી, હરવા-ફરવાનું, બધું જ મનોરંજન બંધ…

- આમાં ને આમાં ક્યાંક ‘મરણદર’ કરતાં ‘જન્મદર’ ડબલ ના થઈ જાય !

***

સરકારે કહ્યું કે પ્લીઝ, ઘરે બેસીને કામ કરવાનું રાખો…

- શેર બજારિયા ઊંધું સમજ્યા. એમણે પોતાના ઘરે ‘બેસણું’ રાખી દીધું !

***

નિશાળો બંધ થતાં જ નાનાં બાળકો પોતપોતાના મામાને ઘરે વેકેશન મનાવવા જતા રહેશે…

- બિચારા એક રાહુલજી જ એમના મોસાળે જઈ શકશે નહીં !

***

ટીવી-સિરિયલોનાં શૂટિંગ છેલ્લાં ત્રણ દિવસથી બંધ છે. કલાકારો ઘરે બેઠા છે..

- હવે ખરી મઝા આવશે. ‘અસલી સાસુઓ’ અને ‘ટીવી-બહુઓ’ વચ્ચે ઘેર ઘેર અસલી ઝગડા શરૂ થશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments