કોરોનાનાં નવાં મિમ્સ !


કોરોનાનો કહેર હજી જારી છે… સાથે સાથે કોરોનાનાં મિમ્સ પણ ‘ચેપી’ રીતે સોશિયલ મિડીયામાં ફેલાઈ રહ્યા છે ! ચાલો, એમાં થોડા ઉમેરા કરીએ…

***

‘શોલે’નો સીન

ગબ્બર પૂછી રહ્યો છે : “કિતને આદમી થે ?”

કાલિયો ભોળું મોં બનાવીને ધીમે ધીમે કહેતો જાય છે : “ચાઈના મેં 80,000 થે… ઈટલી મેં 3800 થે… ઈરાન મેં 4700… ફ્રાન્સ મેં 577 ઔર ઇન્ડિયા મેં 52… મગર ઈનામ કુછ ભી નહીં રખ્ખે હૈં !”

***

કોહલી અને અનુષ્કા

કોહલીનું મોઢું ઉતરી ગયેલું છે. એ કહે છે :

“શાયદ IPL મેં ઓડિયન્સ હી નહીં હોગા…”

અનુષ્કા બત્રીસી દેખાય એવું સ્માઈલ કરતાં કહે છે :

“મુઝે તો બિના ઓડિયન્સ કે કામ ચલા લેને કી આદત હો ચૂકી હૈ… બોમ્બે વેલ્વેટ, ફિલ્લોરી, પરી, મટરુ કી બિજલી કા મંડોલા… ઝિરો…”

***

કોહલી અને શાસ્ત્રી

કોહલી મોઢા ઉપર માસ્ક પહેરીને પૂછે છે :

“આજ નેટ-પ્રેક્ટિસ મેં ક્યા કરેંગે ?”

શાસ્ત્રી મોંઢા ઉપર માસ્ક સાથે જવાબ આપે છે :

“માસ્ક કો પહનકર ગાલિયાં બોલને કી પ્રેક્ટિસ !”

***

સલમાન ખાન

સલમાન ખાનને કોરોના વાયરસનો જંતુ ફિલ્મી સ્ટાઈલથી કહે છે :

“મૈં કોરોના હું… પેશન્ટ મેં આતા હું, સમજ મેં નહીં !”

***

સોનિયા – રાહુલ

સોનિયા : “કર્નાટાક કી સરકાર કો બોલોં, બેન્ગાલુરુ મેં સારી એન્ટ્રી પોઈન્ટ બન્દ કર દે, એર-પોર્ટ કો સીલ કર દે, રેલ્વે સ્ટેશાન પે ચેકિંગ બઢા દે…”

રાહુલ : “ક્યું મમ્મી ? કોરોના વાયરસ બેંગલુરુ મેં ઘૂસ જાને કા ડર હૈ ?”

સોનિયા : “નહીં, હમારે MP કે ધારાસભ્ય ભાગ જાને કા ડર હૈ…”

***

શિવરાજસિંહ – અમિત શાહ

શિવરાજસિંહ અમિત શાહને કહે છે :

“શાહ સાહેબ, દેશમાં કોરોના વાયરસનો ડર નથી, પણ ભાજપમાં કોંગ્રેસ વાયરસ ઘૂસવાનો ડર વધી રહ્યો છે !”

***

- મન્નુ શેખચલ્લી

Comments