બકાનો 'ધૂરેટીવારો' કાગર !


ચમ છો મન્નુભઈ ?

તમીં રોજ રોજ તમારું જ ઝૂડે રાખો છો, તે કો’ક દા’ડો અમારું ય કંઈ છાપો કે ?

આજે ધૂરેટી છ. ચારેબાજુ કોરોના… કોરોના… થઈ રયું છ. લોકોની ફફરે છે. બધોંને ડર લાગે છ ક અલ્યા, ધૂરેટી રમ્વા જઈશુ ને ચોંક કોરોનાનો ચેપ લાગી ગ્યો તો ?

સરકારે ય સૂચનોં આલી છ ક ભઈ, બઉ મોટું ટોરું ભેગું ના કરજો. છૂટ્ટા છૂટ્ટા ર’ઈને ધૂરેટી રમજો. તો મને થયું કે મારેય ગુજરાતના બકાઓ અને બકુડીઓને સૂચનાવ આલવી છ.

***

- હૌથી પેલ્લોં તો એટલું હમજી લેજો કે પોણીવારા રંગથી ધૂરેટી રમવા જેવી નહી. કારણ સું ? કે હોંજ પડે શરદી થઈ જઈ તો લોકો હમજશે કે બકાને કોરોના વરગ્યો છ !

***

- બીજું એ હમજી લો કેં કોરા રંગ વતી ધૂરેટી રમવામોં ય જોખમ છ, કારણ સું ? કે અબિલ-ગુલાલ અને રંગનોં રજકણ હવામોં ઉડવાનોં… આવોં રજકણ તમારા નાકમોં કે ઓંખમોં ગ્યોં નથી ને તમોંન છીંકો આબ્બાની ચાલુ થઈ જવાની ! ઓમોં ય પબલિક તો ઇમ જ હમજવાની ક તમોંન કોરોના વરગ્યો છ !

***

- એટલે, બેસ્ટ સેફ્ટી તો હથેરીમોં કલર લઈ ને, હોંમેવારાની પોંહે જઈને, ઈના મુંઢા ઉપર લગાડવામોં જ છ !

- જોકે ઓંમો સરકારી સૂચના આડી ઉતરવાની ! ઈમોં કહ્યુ છ ક અલ્યા, તમારા હાથ ને ઓંગરીઓ તમારા ફેસ ઉપર ના લગાડો.

- તો ઈંયોન ક’ઈયે કે અમીં ચોં અમારા ફેસ પર લગઈએ છીએ ? અમીં બીજોંના ફેસ પર લગઈયે, ઈમોં તમોંન શું વોંધો છ ?

***

- અને છેલ્લે ખાસ ચેતવણી…

મુઢા ઉપર ‘માસ્ક’ પે’રીને આયેલી પાર્ટી સેઈફ છ ઇમ જરાય ના મોંનતા. એકદમ નજીક આઈ ને, મુંઢા પરથી ‘માસ્ક’ હટાઈ ને, પાર્ટી જોરથી ‘હાઆઆક… છીં!’ કરીને છીંક ખાશે !

હંભારજો લ્યા…

***

- મન્નુ શેખચલ્લી

Comments