મોદીજીએ લોકસભાના ભાષણમાં એક ‘ટ્યુબલાઈટ’નો ઉલ્લેખ કર્યો ત્યારે અમુક લોકોને ટ્યુબલાઈટ થઈ કે, અરે હા, લોકસભામાં ક્યારેક ટ્યુબલાઈટ પણ થઈ શકે છે !
આવાં જ કેટલાંક અન્ય ટ્યુબલાઈટ વાક્યો વાંચો...
***
તમે પાંચ મિનિટ રાહ જુઓ, હું અડધી કલાકમાં આવું છું.
***
તને અડધી રાતે કંઈપણ કામ પડે તો મને સવારે ફોન કરજે...
***
કોઈપણ ઝડપી નિર્ણય કરતાં પહેલાં કદી ઉતાવળ ના કરવી જોઈએ...
***
એકવાર તમે કોઈ ઈરાદો કરી લો પછી તમે કોઈપણ ઈરાદો બદલી શકશો...
***
દરેક અમીર માણસ જો ગરીબ માણસનો વિચાર કરે તો ગરીબ માણસ પણ વિચાર કરતો થઈ જશે...
***
100માંથી 99 લોકોને જાણકારી નથી હોતી કે 100માંથી 99 લોકોને જાણકારી નથી હોતી...
***
કોઈપણ પ્રોજેક્ટની શરૂઆત કરતાં પહેલાં સરકારે જનરલ નોલેજના એક્સપર્ટની સલાહ લેવી જોઈએ...
***
દુનિયાના લોકો જેવા હોય છે તેવા દેખાતા નથી અને જેવા દેખાય છે તેવા હોતા નથી તો સવાલ એ છે કે લોકો સેલ્ફીઓ કેમ લીધા કરે છે...
***
બેન્કોને ચૂનો લગાવનારા લોકોમાંથી 80 ટકા લોકોને ‘બુધાલાલ’ વિશે કોઈ જાણકારી હોતી નથી...
***
જો દેશના મોટા ભાગના લોકો એમ વિચારવા લાગશે કે મારે વિચાર કરવાની જરૂર જ શું છે, તો વિચાર કરો, નાના ભાગના લોકોને શું વિચારવાની જરૂર પડતી હશે...
***
અમુક વાક્યો શરૂઆતમાં જેટલાં સરળ લાગતાં હોય છે તે અંતમાં પણ એટલાં જ સરળ લાગતાં હોય છે...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment