ચાલો, દિલ્હીનાં પરિણામોથી એક વાતની શાંતિ તો થઈ ગઈ કે EVM ઉપર કમ સે કમ એક રાજકીય પાર્ટીની શ્રધ્ધા થોડા સમય સુધી ટકેલી રહેશે !
બીજી વાતની શાંતિ એ પણ થઈ કે છેલ્લા 60 દિવસથી ન્યુઝ ચેનલો અને સોશિયલ મિડિયામાં જે કાગારોળ મચી હતી એમાં થોડી રાહત મળશે !
બાકી, આ પરિણામો પછી BJPએ થોડા બોધપાઠ લેવા જેવા છે. જેમ કે…
***
બોધપાઠ – 1
મણિપુર અથવા ત્રિપુરામાં જે રીતે 2 સીટ હોય તો પણ સરકાર રચી શકાય એવું દિલ્હીમાં થતું નથી.
***
બોધપાઠ – 2
દિલ્હીની સરહદો અને બાંગ્લાદેશની સરહદો ભૌગોલિક રીતે અને માનસિક રીતે સંપૂર્ણપણે અલગ-અલગ ઠેકાણે આવેલી છે.
***
બોધપાઠ – 3
બાંગ્લાદેશના ઘૂસણખોરો દિલ્હીમાં ચાલી રહેલા વિકાસકાર્યોમાં કોઈ નડતર ઊભાં કરી શકતાં નથી.
***
બોધપાઠ – 4
જો 60 દિવસ સુધી ગુડગાંવ તરફ જવાનો રસ્તો બ્લોક થયેલો હતો છતાં આપણને ચાલી જતું હતું તો છેક હવે સુપ્રિમમાં જવાની શી જરૂર હતી ?
***
બોધપાઠ – 5
ચાલો, જે થયું તે થયું.. હવે ન્યુઝ ચેનલોને ટિટિયારો કરવા માટે બીજો કોઈ મુદ્દો શોધી આપવો પડશે.
***
બોધપાઠ – 6
EVMમાં ખરેખર કંઈ ગડબડો ઊભી થઈ લાગે છે ! ઝડપથી શોધી કાઢવું પડશે !
***
બોધપાઠ – 7
જે હોય તે, દિલ્હીના લોકો ધીમે ધીમે દેશદ્રોહી થતા જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment