બિચારા ચીનાઓ બહુ સિરિયસ ટાઈપના લોકો છે. એમના દેશના વુહાન વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાયો છે. એની કોઈ ચીની જોક્સ બની જ નથી.
અમને થયું કે ચાલો, ચીનાઓને જરા મદદ કરવામાં આવે...
***
સ્પર્શથી ફેલાતા આવા વાયરસને ચીની ભાષામાં શું કહે છે ?
... ટચ-લી !
***
વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે માસ્ક, હાથમોજાં, પગમોજાં, ટોપી વગેરેની આખી કીટ આપતાં પહેલાં ડોક્ટરો શું પૂછે છે ?
... કીટ-લી ?
***
જેની તબિયત હજી પણ સારી છે તેના માટે ચીની ડોક્ટરો શું કહે છે ?
... ચાંગ-લી !
***
કોરોના વાયરસ થવાનાં ચાઈનિઝ ચિન્હો કયાં કયાં છે ?
સ્ટેપ - 1 : ખાં-સી હૂઈ...
સ્ટેપ - 2 : તાઓ હૂઆ...
સ્ટેપ - 3 : કોરોના ચિન-હો !
***
કોઈને કોરોના વાયરસનો રોગ થયો છે કે નહીં તે ચેક કરવાના ટેસ્ટને ત્યાં શું કહે છે ?
... હુઆ-ના-હુઆ !
***
જેને હુવાનમાં ચેપ લાગી ગયો છે એ દરદીઓ માટેના વોર્ડનું શું અલગ નામ રાખ્યું છે ?
... હુવાન-હુવા !
***
જે દરદીઓ છેલ્લા સ્ટેજમાં છે અને બચી શકે તેમ નથી તેના મેડિકલ રીપોર્ટમાં શું લખે છે ?
... હુઆ-સો-હુઆ !
***
હુવાનના નોન-વેજ બજારમાં વેચાતા સાપ, ચામાચિડીયાં, દેડકાં, ઉંદરડા વગેરે જોઈને જાપાનના હેલ્થ એક્સપર્ટો શું બોલ્યા ?
... હોના-હીથા !
***
જ્યારે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ચીનના પ્રમુખ જિન-પિંગને મદદ કરવા આવી પહોંચશે ત્યારે કવિશ્રી ગુલઝાર શું લખશે ?
'જિન'-કે-સર હો 'હુ'-કી-છાંઓ...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment