રાહુલ ટ્રમ્પની 'ઉચ્ચાર' સ્પર્ધા !


ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે સચિન તેન્ડુલકરનું નામ બોલવામાં લોચા માર્યા તે મજાકનો વિષય બની ગયો છે. પરંતુ ચિંતા ના કરો, આપણા દેશમાં તો ટ્રમ્પને પણ ટક્કર મારે એવા ઉચ્ચારો કરી શકનાર એક ભાઈ છે ! જુઓ…

ટ્રમ્પ : સોચીન… ટેન્ડુલ્કાર…

રાહુલ : વિશ્ર્વે… વિશ્ર્વેશ્ર્વ… વિશ્ર્વેશ્ર્વર.. વિશેશ્ર્વરૈયા…

***

આ બન્ને મહાનુભાવોને આંકડાઓ સાથે પણ થોડું વેર છે ! જુઓ…

ટ્રમ્પ : ધેર વિલ બિ ‘સેવન્ટી મિલિયન’ પિપલ વોચિંગ અસ !

રાહુલ : અગર વો લોગ દે સકતે હૈં તો હમ ભી ‘ઢાઈ હજાર પાંચસો કરોડ’ દેંગે !

***

અમને વિચાર આવે છે કે આ બે મહાનુભાવો વચ્ચે એક ઉચ્ચાર સ્પર્ધા રાખી હોય તો કેવી મજા પડે ? જુઓ…

ચેલેન્જ વર્ડ : વિમુદ્રિકરણ

ટ્રમ્પ : વાઈ… મુડ્‌રી… કેરેન !

રાહુલ : વિ-મુદી… વિમુદીર…. વિમોદી… યસ, વિ-‘મોદી’-કરણ !

***

ચેલેન્જ વર્ડ : અસહિષ્ણુતા

ટ્રમ્પ : ઓ માય ગોડ, ધીસ ઈઝ ટફ… લેટ મિ ટ્રાય.. અસ્સામ-હિઝ-નૂટાય !

રાહુલ : દેખિયે, હમેં પતા હૈ, હમેં આતા નહીં હૈ ! ફિર ભી હમ કોશિશ કરેંગે… સુનિયે, અસં… અસિંહમ્‌ … અહિંસમ્… અહિંસમસ્તુતા ! ઠીક હૈ ?

***

ચેલેન્જ વર્ડ : વૈશ્ર્વિકીકરણ

ટ્રમ્પ : ઓકે ! આઈ નો ! આઈ નો ! ધીસ ઈઝ… સાન્સ-ક્રીટ ! આ કેન પ્રોનાઉન્સ ધીસ… વેય – શિવા – કી… કેરોન !

રાહુલ : અરે બાપ રે, વો સાઉથવાલે વિશ્વા-વરૈયા વાપસ આ ગયે ? નહીં, એ અલગ હૈ, સુનિયે… વેશ-વિક-કારન… નો, નો, વેશ-વિક-એન્ડ… નો નો વિશ્ર્વ-વૈશ્ય-કી… સોરી, વેશ-વિક-કીક-રેન…

***

ચેલેન્જ વર્ડ : હસ્તધૂનન

(આ શબ્દ સાંભળતાની સાથે જ ઓડિયન્સમાં હાસ્યનું હુલ્લડ ફાટી નીકળે છે !)

(એ સાથે જ બન્ને પ્રતિસ્પર્ધીઓ પોતાના બીડેલા હોઠ ઉપર આંગળી મુકીને સ્ટેજ ઉપરથી હસતા હસતા નીચે ઉતરી જાય છે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments