ટ્રમ્પ સાહેબ એમનાં પત્ની, પુત્રી અને જમાઈ સાથે અમદાવાદમાં, પછી આગ્રામાં અને ત્યારબાદ દિલ્હીમાં ફર્યા તેના અવનવા મિમ્સ સોશિયલ મિડીયામાં ફરતા થઈ ગયાં !
લો, અમે પણ એમાં થોડા મિમ્સનો ઉમેરો કરીએ છીએ...
***
(ફોટો : મોદી સાહેબ બે હાથ વડે ટ્રમ્પ સાહેબને ભેટી રહ્યા છે.)
મોદી : “આ કોટની અંદર શું કડક કડક બખતર પહેરી રાખ્યું છે ? ભારતના લોકો ઉપર ભરોસો નથી?”
ટ્રમ્પ : “બાપલ્યા, બખ્તર તો એટલા માટે પહેર્યું છે કે તમે પીઠ ઉપર ધબ્બા મારી મારીને હરખ દેખાડવાનું બંધ જ નથી કરતા !”
***
(ફોટો : વિશાળ સ્ટેડિયમ... લાખ માણસની મેદની... દૂર ટ્રમ્પ ભાષણ કરી રહ્યા છે અને અહીં એક ગામડીયો બીજાને કહે છે.)
ગામડિયો : “આ સ્ટેડિયમ ક્રિકેટનું છે, ઓલ્યા સાહેબ બોલે છે અંગ્રેજીમાં, ને આંયાં બાઉન્સરું જાય છે હંધાયના માથેથી !”
***
(ફોટો : મોટેરા સ્ટેડિયમથી વિદાય આપતાં પહેલાં મોદી સાહેબ ટ્રમ્પ સાહેબને કાનમાં કહે છે.)
મોદીજી : “તમારા વિમાનમાં નવતાડના સમોસા, દાસનાં ખમણ અને ઇન્દુબેનના ખાખરા મુકાવી દીધા છે. તાજમહેલના બગીચામાં બેસીને ખાઈ લેજો.”
***
(ફોટો : ટ્રમ્પ સાહેબ અને અનેલિયા ભાભી તાજમહલની સામે ઊભા છે.)
અનલિયા ભાભી : “વાઉ... ! ડાર્લિંગ, મને ઈ ક્યોકે હું મરી જાઉં તો તમે મારા પછી શું બંધાવશો ?”
ટ્રમ્પ : (મનમાં) “મેકડોનાલ્ડનું ટિફીન.”
***
(ફોટો : ટ્રમ્પ સાહેબના જમાઈ સાથે અમિત શાહ હાથ મિલાવી રહ્યા છે.)
અમિત શાહ : “જરા ફોન કરીને રોબર્ટ વાડરાને પૂછી જોજો કે ઈન્ડિયામાં તમને મળ્યું એટલું સન્માન એમને અહીં કોઈ દિવસ મળ્યું છે ખરું ?”
***
(ફોટો : ટ્રમ્પ સાહેબ ગરદન ઊંચી કરીને બોલી રહ્યા છે.)
ટ્રમ્પ સાહેબ : “હમ... હિન્દુસ્તાન જરૂર આયેંગે, મગર વો પ્લેન ભી હમારા હોગા, કાર ભી હમારી હોગી, સિક્યોરીટી ભી હમારી હોગી ઔર... પબ્લિસિટી ભી હમારી હોગી !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment