મોટેરા કોમેન્ટ્રીમાં ભેળસેળ !


ટ્રમ્પ સાહેબ અમદાવાદ પધાર્યા તેના લાઈવ-ટેલિકાસ્ટ વખતે અમુક કોમેન્ટેટરો જે વધારે પડતા ઊંચા અવાજે ટિટિયારો મચાવતા હતા એમને જોઈને થતું હતું...

બેન, શાંતિ રાખો ને ! તમે જ્યાં ઊભા છો ત્યાંથી કોઈ ખૂંખાર આતંકવાદીઓ નથી પસાર થવાના !

અને ભઈ, તમે 26 જાન્યુઆરીની પરેડ કે રથયાત્રા જેવી શાંત ગૌરવશાળી ઘટનાનું વિવરણ કરી રહ્યા છો, ત્યાં કોઈ રમખાણો નથી ફાટી નીકળ્યાં !

છતાં અમુક વખતે તો અમને કાનમાં ગડબડ થઈ જવાને કારણે કંઈક આવું ભેળસેળિયું જ સંભળાતું રહ્યું...

***

દેખિયે, હમ આપ કો જો તસવીરેં દિખા રહે હૈં, ઉસ મેં આપ દેખ સકતે હૈં કિ હમ આપ કો યે તસવીરેં દિખા રહે હૈં !

***

હવાઈ જહાજ એરપોર્ટ પર લેન્ડ હો ચૂકા હૈ ઔર કુછ હી દેર મેં ઉસ મેં સે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉતરતે હુએ દિખાઈ દેંગે... ઔર યે દેખિયે, જૈસા કિ હમને બતાયા થા, ઠીક ઉસી પ્રકાર સે ટ્રમ્પ ઉતરતે હુએ દિખાઈ દે રહે હૈં !

***

કારોં કા કાફલા જિસ ધીમી ગતિ સે આગે બઢ રહા હૈ ઉસ સે અંદાજા લગાયા જા સકતા હૈ કિં કારો કે ઇસ કાફિલે કી ગતિ કાફી ધીમી રહી હૈં...

***

મોટેરા સ્ટેડિયમ મેં જમા હુઈ યે એક લાખ બીસ હજાર લોગોં કે ભીડ દેખકર આપ આસાની સે અંદાજા લગા સકતે હૈ કિ યહાં પર કમ સે કમ એક લાખ બીસ હજાર લોગ આયે હુએ હૈં !

***

અમુમન યે દેખા ગયા હૈ કિ જબ કોઈ વિદેશી ડિગ્નીટરી આમ જનતા કે સામને આતે હૈં તો અમુમન યે દેખને કો મિલતા હૈ કિ સુરક્ષા કે પ્રબંધ, અમુમન જ્યાદા હી હોતે હૈં !

***

કહીં ન કહીં યે બાત ઉભર કર સામને આતી હૈ કિ કહીં ન કહીં યે બાત ઉભર કર સામને આતી હી હૈ ! લો બોલો...

***

- મન્નુ શેખચલ્લી

Comments