દરેક દેશની પોતાની આગવી કહેવતો હોય છે પરંતુ જેમ સમય બદલાય તેમ તેની કહેવત પણ બદલવી પડે છે ! જુઓ નમૂના…
***
ઇરાનની જૂની કહેવત
મુસીબતોને આવવા માટે કોઈપણ બહાનું પુરતું છે.
ઈરાનની નવી કહેવત
અમેરિકાને હૂમલો કરવા માટે કોઈપણ બહાનું પુરતું છે.
***
ઇંગ્લેન્ડની જુની કહેવત
છૂટા પડ્યા પછી જ સાથે રહેવાના ફાયદા સમજાય છે.
ઇંગ્લેન્ડની નવી કહેવત (બ્રેક્ઝિટ)
સાથે રહ્યા પછી જ છૂટા પડવાના ફાયદા સમજાય છે.
***
અમેરિકાની જુની કહેવત
તમે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકો પણ તેને પાણી પીવડાવી ના શકો.
અમેરિકાની નવી કહેવત
તમે ટ્રમ્પને શપથ લેવડાવી શકો પણ તેની પાસે સાચું ના બોલાવી શકો.
***
પાકિસ્તાનની જુની કહેવત
શયતાનને ઘરમાં સંતાડશો તો એક દિવસ તમને જ ખાઈ જશે.
પાકિસ્તાનની નવી કહેવત
હાફિઝ સઈદને છાવરશો તો એક દિવસ તમને જ ભારે પડશે.
***
ચીનની જુની કહેવત
સાપ જેટલો ઝેરી હોય એટલો જ વધારે સ્વાદિષ્ટ હોય છે.
ચીનની નવી કહેવત
વાયરસ જેટલો કાતિલ હોય એટલો જ વધારે ઝડપથી ફેલાય છે.
***
ભારતની જુની કહેવત
ના મામા કરતાં કાણા મામા સારા
ભારતની નવી કહેવત
આતંકવાદી કરતાં સેક્યુલરો સારા
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment