ટિપ્પણી .... વિશેષ ટિપ્પણી ...


એકાદ દિવસ એવો હોય છે જ્યારે અનેક ન્યુઝ ઉપર અમને ‘ટિપ્પણી’ અને ‘વિશેષ ટિપ્પણી’ સુઝે છે…

***

ન્યુઝ

રાહુલ ગાંધી પૂછે છે કે પુલવામા હુમલાનો ફાયદો કોને થયો ?

ટિપ્પણી

લો બોલો, એક વરસ થઈ ગયું છતાં રાહુલજીને હજી સમજાયું નથી !

વિશેષ ટિપ્પણી

રાહુલજી આવું પૂછી શકે છે કેમ કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાથી કોંગ્રેસને કોઈ ખાસ નુકસાન નહોતું થયું ને !

***

ન્યુઝ

ઇમરાન ખાન જાતે કાર ચલાવીને તૂર્કીના પ્રમુખને એરપોર્ટથી લઈ ગયા.

ટિપ્પણી

એટલે જ મોદીજી કાર નથી ચલાવતા !

વિશેષ ટિપ્પણી

એમ તો રાજીવ ગાંધી જાતે વિમાન ચલાવી શકતા હતા પરંતુ એમણે કદી… (બસ, આ જ ફરક છે, ઔકાતમાં !)

***

ન્યુઝ

ટેલિકોમ કંપનીઓએ 1.47 કરોડ રૂપિયા સરકારને ચૂકવ્યા નથી.

ટિપ્પણી

લો, બોલો ! લગભગ આટલા જ રૂપિયા સરકારે રિઝર્વ બેન્કમાંથી લઈને દેશની બેન્કોમાં ઠાલવવાના છે !

વિશેષ ટિપ્પણી

હવે સમજાય છે કે આપણે પ્રોપર્ટી ટેક્સ, જીએસટી, ઇન્કમટેક્સ વગેરે શા માટે બિચારી સરકારને સમયસર ચૂકવી દેવા જોઈએ !

***

ન્યુઝ

સિમોન નામની ફીટ મહિલા હવામાં 1 મિનિટ સુધી રહી શકે છે.

ટિપ્પણી

લો બોલો, અમારા મોદી-શાહ તો પાંચ પાંચ વરસ સુધી હવામાં રહેતા હોય છે !

વિશેષ ટિપ્પણી

જોકે દિલ્હીની હવામાં પ્રદૂષણ બહુ વધારે છે !

***

ન્યુઝ

ટ્રમ્પની મોટેરા મુલાકાત પાછળ 100 કરોડનો ખર્ચ થશે.

ટિપ્પણી

આ ટ્રમ્પની મોટેરામાં પહેલી સેન્ચુરી હશે !

વિશેષ ટિપ્પણી

જ્યારે મોટેરામાં મેચો રમાશે ત્યારે તો 500 - 700 કરોડ ખર્ચાશે... સટ્ટામાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments