ટચુકડા ખગેન્દ્રની શ્રધ્ધાંજલિમાં ...


દુનિયાના સૌથી ઠીંગણા વ્યક્તિ, નેપાળના ખગેન્દ્ર થાપાનું 27 વરસની ઉંમરે અવસાન થઈ ગયું.

બે ફૂટ અને સવા બે ઈંચના જે નાનકડા માણસે દુનિયાભરના ચહેરાઓ ઉપર બબ્બે ઇંચના સ્મિત રેલાવ્યા છે, તેને શ્રધ્ધાંજલિ રૂપે થોડા હળવાં વન-લાઈનર્સ...

***

ખગેન્દ્ર જ્યારે જ્યારે બહારગામ જાય ત્યારે બબ્બે સૂટકેસ રાખતો હતો. એકમાં તેનાં કપડાં રહેતાં અને બીજીમાં તે પોતે સૂઈ જતો હતો !

***

નાનકડો ખગેન્દ્ર નેપાળમાં બાળકોનાં રેડી-મેઈડ કપડાં માટે મોડલિંગ કરતો હતો. એમાં એકવાર તેને ‘ડાઈપર્સ’ માટે મોડલિંગની ઓફર આવી હતી !

***

ખગેન્દ્ર થાપા વિશે આ વાત નેપાળમાં બહુ જાણીતી હતી :

- “નોર્મલ થાપાના હાડકાં કરતાં ય ખગેન્દ્ર થાપાની લંબાઈ ઓછી છે !”

***

ખગેન્દ્ર જ્યારે દુનિયાના સૌથી ઊંચા માણસને મળ્યો ત્યારે તેણે શું કહ્યું હતું ?

- “હું ઉંચ-નીચમાં જરા ય નથી માનતો !”

***

ખગેન્દ્ર જ્યારે નાનો હતો ત્યારે તેને સ્કુલમાં એડમિશન જ નહોતું મળતું ! હંમેશાં બિચારાને ‘ઘોડિયા ઘર’માં મોકલી દેવામાં આવતો હતો !

***

ખગેન્દ્ર મોટો થયો પછી જ્યારે જ્યારે વિદેશ જતો ત્યારે હોટલમાં કદી 10મા માળે નહોતો રહેતો ! ખબર છે કેમ ?

- કારણ કે તે લિફ્ટમાં દસમા માળના બટન સુધી પહોંચી જ શકતો નહોતો !

***

ખબર છે, ખગેન્દ્ર થાપાની સૌથી ફેવરીટ હિરોઈન કોણ હતી ?

- મિનીષા લાંબા !

***

એક વાર ખગેન્દ્રએ નેપાળના રાજાને પણ પોતાની સામે ઝુકાવી દીધા હતા ! ક્યારે ?

- જ્યારે નેપાળના રાજા તેનું હાર પહેરાવીને સન્માન કરી રહ્યા હતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments