કહે છે કે વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ‘છપ્પાક’ બોક્સ ઓફિસ ઉપર લગભગ ૩૦ કરોડનો વકરો કરી ચૂકી છે. પરંતુ બીજી બધી ફિલ્મોની સરખામણીમાં ‘છપ્પાક’નો હિસાબ જરા અલગ રીતે ગણવામાં આવે છે...
***
અમુક લોકોને સવાલ થાય છે કે JNUના જે સ્ટુડન્ટોને હોસ્ટેલ ફીમાં ૨૦૦ રૂપિયાનો વધારો પોષાતો નહોતો, એમની પાસે ‘છપ્પાક’ જોવાના 250-300 રૂપિયા ક્યાંથી આવ્યા ?
***
અમુક લોકોને એવી પણ શંકા છે કે શાહીન બાગ પાસે જે બહેનો CAA વિરુધ્ધ ધરણા કરી રહી છે એમને જે રોજના 500 રૂપિયા આપવામા આવે છે એમને 250-300ની ‘છપ્પાક’ની ટિકીટો પણ આપવામાં આવે છે !
***
અમુક લોકો એવો હિસાબ માંડે છે કે ટિકીટ દીઠ 250-300ના હિસાબે 30 કરોડનો વકરો ગણીએ તો દેશના માત્ર 10-12 લાખ લોકો જ CAAનો વિરોધ કરી રહ્યા છે. બાકીના 119.88 કરોડ લોકોએ તો ‘છપ્પાક’નો બહિષ્કાર કર્યો છે.
***
અમુક લોકોમાંથી અમુક લોકો વિચારી રહ્યા છે કે RTI કરીને પેલા 10-12 લાખ દેશદ્રોહી લોકોના નામ-સરનામાં મળી શકે કે નહી ?
***
અને અમુક લોકો તો ખરેખર કન્ફ્યુઝ્ડ છે કે ‘છપ્પાક’ ફિલ્મ એસિડ એટેકની વિરુધ્ધમાં છે કે CAAની વિરુધ્ધમાં ?
***
આ અમુક લોકોમાં અમુક લોકો એવા છે જે કદી ફિલ્મો જોતા જ નથી એટલે જ ‘છપ્પાક’નો બહિષ્કાર કરે છે...
અને અમુક લોકોમાં અમુક લોકો એવા છે કે જે CAAનો વિરોધ કરવા માટે ‘છપ્પાક’ જોવા તો માગે છે પણ 250-300 ખરચતાં પહેલાં સત્તર જણાને પૂછી રહ્યા છે : “છપ્પાક કેવી છે ? તમે જોઈ ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment