2019... શું ગયું? શું આવ્યું ?



શું ગયું ?

રામજન્મભૂમિનો વિવાદ

શું આવ્યું ?

CAAનો વિવાદ

***

શું ગયું ?

રાહુલ ગાંધીનું પ્રમુખપદ

શું આવ્યું ?

ઉધ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી પદ

***

શું ગયું ?

“બાલાકોટના પુરાવા આપો !”

શું આવ્યું ?

“જન્મના પુરાવા નહીં આપીએ !”

***

શું ગયું ?

શહેરોમાંથી હેલ્મેટનો રૂલ

શું આવ્યું ?

હાઈવે ઉપર ફાસ્ટેગનું સ્ટિકર

***

શું ગયું ?

મગફળીના કોથળામાં ધૂળ ગઈ

શું આવ્યું ?

ખેતરોમાં તીડના ટોળાં આવ્યાં !

***

શું ગયું ?

મંદી... મંદી..નું ગાણું

શું આવ્યું ?

ડુંગળી-બટાકામાં તેજી

***

શું ગયું ?

કાશ્મીરમાંથી 370

શું આવ્યું ?

બાંગ્લાદેશથી ઘૂસણખોરો

***

શું ગયું ?

માલ્યા મેહુલને પકડી લાવવાની વાતો

શું આવ્યું ?

બેન્કોની વધતી જતી NPA

***

શું ગયું ?

‘ઝીરો’ પછી શાહરુખની ફિલ્મો

શું આવ્યું ?

સૈફ, ચંકી અને શ્રીદેવીની બેબલીઓ

***

શું ગયું ?

”જીઓ”ની મફતિયા સ્કીમો

શું આવ્યું ?

ફેક ન્યુઝ, અફવાઓ, ઉશ્કેરણીઓ

***

શું ગયું ?

નિર્ભયાના બળાત્કારીઓની ફાંસીની તારીખ

શું આવ્યું ?

હૈદરાબાદ દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર

***

શું ગયું?

સિરિયલો જોવાની ટેવ

શું આવ્યું ?

વેબસિરિઝોના ઉજાગરા

***

શું ગયું ?

કોમનમેનની શાંતિ...

શું આવ્યું ?

રાજકારણીઓના રોજના કકળાટો !

***

- મન્નુ શેખચલ્લી

Comments