કડકા વેવાઈનું ફટાણું !


ઉધારી સુરત રોતી

તોય માગે છે મારુતી...

મારા કડકા વેવાઈ !

***

નહીં ખિસ્સામાં નોટ

બોલો,

નહીં ખિસ્સામાં નોટ

ને રાખવો છે પાર્ટી-પ્લોટ

મારા કડકા વેવાઈ !

***

ઘરમાં નથી રાશન

(ભૂખ્યા છે બધા)

ઘરમાં નથી રાશન

ને જોઈએ છે રિસેપ્શન

મારા કડકા વેવાઈ !

***  

ઉછીના લાવ્યા બૂટ

(ધ્યાનથી જુઓ)

ઉછીના લાવ્યા બૂટ

કહો, ક્યાં સીવડાવ્યા સૂટ ?

મારા કડકા વેવાઈ !

***

પિપૂડીનાં હતાં ફાંફાં

પૂછી જુઓ,

પિપૂડીનાં હતાં ફાંફાં

ક્યાંથી લાવશો બેન્ડવાજા ?

મારા કડકા વેવાઈ !

***

ઉધારી ખાય છે પાન

(ગલ્લાવાળો શોધે છે)

ઉધારી ખાય છે પાન

તોય જોડી છે મોટી જાન !

મારા કડકા વેવાઈ !

***

કોલસા જેવા ડાચાં

જુઓ તો ખરા,

કોલસાં જેવાં ડાચાં

શું કરશે વિડિયોવાળા ?

મારા કડકા વેવાઈ !

***

અક્કલ ગઈ છે ચરવા

હાસ્તો,

અક્કલ ગઈ છે ચરવા

ધાબે રાખ્યા છે ગરબા !

મારા કડકા વેવાઈ !

***

વેલણથી ગરબા ટીચે

સંભાળજો...

વેલણથી ગરબા ટીચે

છે જમાઈ પોતે ડી.જે.

મારા કડકા વેવાઈ !

***

બહુ નાચે જાનૈયા

અલ્યા,

બહુ નાચે જાનૈયા

એમાં અડધા છે દારૂડિયા

મારા કડકા વેવાઈ !

***

એંઠવાડ પણ ખૂટ્યા

શું વાત કરો છો ?

એંઠવાડ પણ ખૂટ્યા

તોય ભાણેથી ના ઊઠ્યા

મારા કડકા વેવાઈ !

***

ઘરમાં નથી વાઈ-ફાઈ

બોલો,

ઘરમાં નથી વાઈ-ફાઈ

તોય સ્માર્ટ જોઈએ ટીવી

મારા કડકા વેવાઈ !

***

વેવાઈને કરો ચાંલ્લો

કરો ને ભઈ.

વેવાઈને કરો ચાંલ્લો

એને કરવો છે પાનનો ગલ્લો

મારા કડકા વેવાઈ !

***

ઉધારી સુરત રોતી

તોય માગે છે મારુતી

મારા કડકા વેવાઈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments