આજકાલ વાતો એવી સાંભળવા મળે છે કે જવાબમાં તમે માત્ર આટલું જ કહી શકો છો :
“… અચ્છા, એવું છે !”
ફરક એટલો જ કે દરેક વખતે તમારી દશા અલગ હોય છે.
***
કોઈ આન્ટી :
“આજકાલ કોઈ ટીવી સિરિયલો જોતું જ નથી. બધા વેબસિરિઝો જોતા થઈ ગયા છે.”
તમે : (અમસ્તા)
“અચ્છા… એવું છે !”
***
કોઈ જાણકાર :
“છેલ્લા બે દિવસથી ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 25-30 ટકા ઘટી ગયા છે, પણ ઘરાકોને ફાયદો નથી થતો.”
તમે : (બાઘાની જેમ)
“અચ્છા… એવું છે !”
***
કોઈ ફ્રેન્ડ :
“અલ્યા, મોબાઈલમાં આ બધી જે ડુંગળીની જોક્સ આવે છે ને, એમાંથી મોટા ભાગની જુની જોક્સ ફરીથી આવે છે.”
તમે : (હસ્યા વિના)
“અચ્છા… એવું છે !”
***
તમારી પત્ની :
“આપણે જે રિસેપ્શનમાં ગયા ’તાને, એમાં ત્રણ જણીએ સેઈમ ટુ સેઈમ સાડીઓ પહેરી હતી.”
તમે : (અડધું સાંભળીને)
“અચ્છા… એવું છે !”
***
રિસ્પેશનમાં ઊભા ઊભા જમનારા :
“આ વખતે લગનમાં મૂરતો બહુ ઓછા છે.”
તમે : (ખાતાં ખાતાં)
“અચ્છા… એવું છે !”
***
કોઈ જાણકાર :
“મહારાષ્ટ્રમાં જે ખાતાંઓની વહેંચણી થઈ એમાં શિવસેના મુરખ બની ગઈ.”
તમે : (ટીવી સિરયલ જોતાં)
“અચ્છા… એવું છે !”
***
બીજાં આન્ટી :
“આજકાલ કોઈ ટીવી સિરિયલો જોતું નથી. બધા વેબસિરિઝો જોતા થઈ ગયા.”
તમે : (ટીવી બંધ કરીને)
“અચ્છા… એવું છે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment