ચાલો, ગઈકાલે દશેરામાં સૌએ રાવણને બાળી નાંખ્યો ! પણ પછી રાવણનું શું થયું ?
***
રાવણ એક ડોક્ટર પાસે કયો. જઈને કહે છે :
“છાતીમાં અને પેટમાં સખત બળતરા થાય છે.”
ડોક્ટર કહે “થાય જ ને ? કાલે છાતી અને પેટમાં ઠાંસી ઠાંસીને દારૂખાનું ભરીને ફોડ્યું હતું ને !”
***
રાવણ બીજા એક ડોક્ટર પાસે ગયો. જઈને કહે છે :
“ડોક્ટર, ચહેરા ઉપર બળતરા થાય છે.”
ડોક્ટર કહે છે : “સ્કીન સ્પેશ્યાલીસ્ટને બતાડો. દસે દસ ચહેરાની ચામડી બળી ગઈ છે.”
રાવણ પૂછે છે : “દસ ચહેરા છે તો કંઈ ડિસ્કાઉન્ટ મળશે ? તમે જરા રિક્વેસ્ટ કરો ને.”
***
રાવણ મંદોદરી પાસે ગયો.
મંદોદરીએ તો મોં ઉપર ચોપડાવી : “આવાં બળેલાં મોં લઈને મારી પાસે નહીં આવવાનું !”
***
રાવણ સ્કુટર લઈને જતો હતો. ટ્રાફિક પોલીસે રોક્યો : “લાયસન્સ બતાડો.”
રાવણે વારાફરતી દસ લાયસન્સ બતાડ્યાં. પોલીસે કહ્યું. “એકેય લાયસન્સમાં તમારા ફેસ જોડે તમારો ફોટો મેચ નથી થતો.”
રાવણે દસ આધારકાર્ડ બતાડ્યા. પોલીસ જોઈને કહે છે “આ પરફેક્ટ મેચ થાય છે.”
***
રાવણે પોતાનો કદરૂપા થઈ ગયેલા ફેસનો ફોટો ફેસબુકમાં મુક્યો.
તરત જ શૂર્પણખાની કોમેન્ટ આવી : “ભૈયા, સેઈમ... સેઈમ...”
***
રાવણ બેન્કમાં ગયો. જઈને મેનેજરને કહે છે “મને 20-25 કરોડની લોન જોઈએ છે.”
“શેના માટે ?”
“એક ઈન્ટરનેટ સ્ટાર્ટ-અપ છે. બહુ જોરદાર આઈડિયા છે. મારી પાસે ઓલરેડી 10 લાખ લોકોની બિઝનેસ ઓફર આવી છે. જો હું બધાના ઓર્ડર ફક્ત એકવાર પુરા કરું તોય મિનિમમ 100 કરોડનો પ્રોફિટ છે.”
“ઓહોહો ! કયા બિઝનેસનું સ્ટાર્ટઅપ છે?”
“બીજાની પત્નીઓનું અપહરણ કરવાનું ! લાખો પતિઓએ સામેથી ઓનલાઈન ઓફરો આપી છે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment