મોબાઈલની પઝલ- ગઝલ !


શું અસ્સલ ? ને

શું નકલ ? આજે

ક્યાં ખબર પડે છે !

‘તને, માત્ર તને જ

ચાહું છું...’

એવા મેસેજો

Forwarded હોય છે !

***

બે ‘બ્લુ-ટિક’ જોઈને

સનમનું દિલ હરખે છે

સનમને ક્યાં ખબર

કે પેલી બારોબાર

Mark as read

કરે છે !

***

ચહેરાના હાવભાવ, હવે

કોણ વાંચી શકે છે ?

મોબાઈલનો સ્ક્રીન

નવો બુરખો છે...

કચકચાવે દાંત, છતાં

લોકો smily મોકલે છે !

***

પહેલાં સ્માઈલને

ધારણ કરે છે...

પછી વાળને

સરખા કરે છે...

ફિગર ઉઠાવી, ફાંકડું,

‘પોઝ’ ધારણ કરે છે.

શાંતિ રાખો...

માશૂકા ‘શિકાર’ને

Video-call કરે છે !

***

યાદદાસ્તો આજકાલ

'જુની' જ ક્યાં થાય છે

માત્ર મહિનો રહે છે

Albumમાં...

પછી cloudમાં

પહોંચી જાય છે !

***

અંગત વાતો જાહેર કરી

પોતે જ બહુ

હરખાય છે...

પછી કહે છે

ફેસબુકમાં તો

Data Leak થાય છે !

***

હાથ ન લગાડે

રૂપિયાને કદી,

એવા લખપતિ

ભારતમાં ફરે છે.

ભિખારીઓને દાન પણ

તેઓ Paytmથી કરે છે !

***

અહિંસાના પૂજારીઓને

મેં હત્યારા થતા

જોયા છે...

કંઈ કેટલા ઉપવાસીને

મેં PUB-G રમતા

જોયા છે !

***

માનવી પણ શું કરે

રોજ આમ

જીવી જીવી...

રોજનું જીવન શું છે ?

એક, કાં તો,

દોઢ GB !

***

Comments